Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

આવાસ યોજનાના કવાટર્સ અપાવી દેવાની લાલચ આપી

છેતરપીંડી-વિશ્વાસઘાત કરવા અંગે કોર્ટ દ્વારા થોરાળા પોલીસને ગુનો નોંધવા આદેશ

રાજકોટઃ અરજદારો સાથે એડવોકેટ સંજય પંડયા દર્શાય છે.

રાજકોટ તા.  ૧૬: રાજકોટના ઉચ્ચ પોલીસ અધિકારી સુધી છ-છ વખત લેખીતમાં ફરીયાદ ગુજારતા છતાં ફરીયાદ નહિં નોંધતા થોરાળા પોલીસ સ્ટેશનના પી.આઇ.ને આરોપીઓની સામે ગુન્હો નોંધવા કોર્ટે હુકમ કર્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે, નવા થોરાળા રામનગર વિસ્તારમાં રહેતા સલીમભાઇ અલારખાભાઇ કંડોળીસયા જે પિતૃકૃપા ઇન્ડસ્ટ્રીઝ જી.આઇ.ડી.સી. કે. એસ. ડીઝલ ભરતનગર મેઇન રોડ રાજકોટ ખાતે આવેલ દિનેશભાઇ અમૃતભાઇ પાઠકના કારખાનામાં નોકરી કરે છે અને દીનેશભાઇ પાઠકના ભાણેજ ભાવેશભાઇ પંડયા દીનેશભાઇ પાઠક પાસે આવેલા અને જણાવવા કે મને રાજકોટ મ્યુ. કોર્પોરેશનના સાહેબો ઓળખે છે અને તે શહીદ ઉધ્ધમસિંહ ટાઉનશિપમાં કુવાડવા રોડ ડી-માર્ટની પાછળ આવેલ આવાસ યોજનામાં પણ કવી કલાપી શ્રધ્ધા સોસાયટી હરીધવા મેઇન રોડ રાજકોટ સસ્તા અને નાના બજેટમાં આવાસ યોજના ફલેટ અપાવી દેશે જો તમારે બુકીંગ કરાવું હોય તો જણાવશો તેથી સલીમભાઇ અલારખાભાઇએ તેમના પત્નિ સલમાબેન સલીમભાઇ નામથી સસ્તામાં આવાસ યોજના ફલેટ લેવાનું નકિક કરેલ અને સાથો-સાથ દીનેશભાઇ પાઠકે ઇલાબેન ડાભી રહે. રીધ્ધિ સિધ્ધિ દુધસાગર રોડ, દીનેશભાઇ પાઠક પોતે નયનાબેન મકવાણા રહે. રામનગર સોસાયટી નવા થોરાળા જાગૃતિબેન પરમાર રહે. નવા થોરાળા આરાધના સોસાયટી અને મહેશભાઇ વાઢેર રહે. ન્યુ નહેરૂનગલર વાળાને તથા નયનાબેન નવલભાઇ રહે. રામનગર, નવા થોરાળા વાળાને પણ સસ્તામાં આવાસ યોજનાના કવાર્ટર ખરીદવા હોય તો જણાવેલ તેથી આ તમામ લોકો સસ્તામાં આવાસ યોજના કવાર્ટર ખરીદ કરવા તૈયારી બતાવેલ અને રોકડથી પિયુષભાઇ વસાવડીયા તેમજ મનસુખભાઇ એધાણીને રકમો પોત પોતાના હિસ્સે આવતી રકમ કુલ પ,પ૧,૦૦૦-૦૦ ચુકવેલ હતા.

અત્રે ભાવે઼શ પંડયા, પિયુષભાઇ વસાવડીયા તથા મનસુખભાઇ અંધાણીએ આ છયેય લોકોને લોભ, લાલચ આપી મ્યુ. કોર્પોરેશનના અધિકારીની નામ ધારણ કરી અને અધિકારી તરીકે ખોટી ઓળખાણ આપીને રૂ. પ,પ૧,૦૦૦/- અંકે રૂપિયા પાંચ લાખ એકાવન હજાર પુરા જેવી મોટી રકમ ગરીબ માણસો પાસેથી પડાવીને ખોટા દસ્તાવેજો અને મ્યુ. કોર્પોરેશનના અધિકારીના સહી સીકકા તથા સબ રજીસ્ટ્રાર કચેરીના સબ રજીસ્ટ્રારશ્રીના સિકકાવાળા દસ્તાવેજો બતાવીને ૧. ભાવેશ પંડયા (જે થોડા સમય પહેલા અવશાન પામેલ છે. રહે. કોઠારીયા રોડ, રાજકોટ) ર. પિયુષ વસાવડીયા જે પેડક રોડ ખાતે આવેલ બેંકમાં નોકરી કરે છે તથા મનસુખભાઇ એધાણી જે સદગુરૂ રણછોડનગર સોસાયટી-૩ શેરી નં. ૪ ખાતે રહે છે તેઓએ આજથી આશરે ૧૧ માસ પહેલા ગુનો આચરેલ અને છયેય ફરીયાદી સાથે છેતરપીંડી, વિશ્વાસઘાત કરીને ખોટા દસ્તાવેજો બનાવીને ફરીયાદીઓને દસ્તાવેજો સોંપેલ. અને હજુ વધારાની રકમની માંગણી કરેલ અને કવાર્ટરનો કબ્જો સોંપવામાં નવા નવા બહાના બતાવવા લાગી છેતરપીંડી કરેલ હતી.

એડવોકેટ સંજય પંડયાની દલીલ તેમજ સુપ્રિમ કોર્ટ હાઇકોર્ટના જજમેન્ટો નામ એડી. ચિફ. જયુ. મેજી. (ટ્રાફિક કોર્ટ) રાજકોટએ ધ્યાને લઇને ઠરાવેલ છે કે, હાલનો ગુનો કોગનિઝેબલ ગુનો છે. અને ફરીયાદ નોંધવામાં આવે તોજ સત્ય બહાર આવી શકે તેમ હોય નામ. કોર્ટ થોરાળા પોલીસ સ્ટેશનના પી.આઇ. ને પિયુષભાઇ વસાવડીયા તથા મનસુખભાઇ એમ. અંધાણીની સામે મ્યુનિ. કોર્પોરેશનના ખોટા દસ્તાવેજો બનાવવા અને કોર્પોરેશનના અધિકારી તરીકે ઓળખ આપવી તેમજ છેતરપીંડી અને વિશ્વાસઘાત કરવા બાબતે સી.આર.સી.પી.ની કલમ ૧૬પ(૩) મુજબ ગુનો નોંધવા હુકમ ફરમાવેલ છે. અને તે બાબતની જાણ પી.આઇ. એ નામ. કોર્ટને દિન-૭ માં કરવાની રહેશે તેવો હુકમ ફરમાવેલ છે.

આ કેસમાં ફરીયાદીઓ વતિ રાજકોટના યુવા એડવોકેટ સંજય એચ. પંડયા, મનિષ એચ. પંડયા રવિભાઇ ધ્રુવ, ઇરશાદ સેરસીયા, જયદેવસિંહ ચૌહાણ અને વનરાજસિંહ જાડેજા રોકાયેલ છે. 

(3:06 pm IST)