Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

ચેક રિટર્નની ફરિયાદમાં આરોપીને એક વર્ષની સજા અને ચાર લાખનું વળતર ચુકવવા કોર્ટનો આદેશ

રાજકોટ તા. ૧૬ : રાજકોટ ખાતે રહેતા પંકજભાઇ ભાયાણીએ પોતાના મિત્ર રણજીતભાઇ વી.પોપટને સંબધના દાવે આપેલ રૂ.૪,૦૦,૦૦૦ ચુકવવા માટે આપેલ ચેક રીર્ટન થતા તે ચેક રીર્ટન થતા કેસમાં આરોપી રણજીતભાઇ વી.પોપટને એક વર્ષની સજા તથા ૪,૦૦,૦૦૦ નું વળતર ફરીયાદીને ચુકાવવા અંગેનો હુકમ કોર્ટ ફરમાવેલ હતો.

આ કેસની હકીકત એવી છે કે રાજકોટના મવડી ખાતે રહેતા પંકજભાઇ  પ્રવિણભાઇ ભાયાણી રહેતા હોય અને રણજીતભાઇ વી. પોપટ બન્ને એકબીજાના મીત્ર થતા હોય જે મીત્રતા ના દાવે રણજીતભાઇએ પંકજભાઇ પાસેથી રૂ.૪,૦૦,૦૦૦ વગર વ્યાજે  લીધેલ હોય. જે રકમ પરત કરવા માટે રણજીતભાઇએ પંકજભાઇને પોતાની ખાતા વાળો ચેક આપેલ જે ચેક આરોપીના કહેવા અનુસાર બેંકમાં રજુ કરતા તે ચેક વણબજયે પરત ફરેલ હોય જેથી પંકજભાઇ ભાયાણીએ તેમના એડવોકેટ મારફત મારફત આરોપી (રણજીતભાઇ વી.પોપટ)ને ચેક રીર્ટન થયા અંગે અને તે ચેકની લેણી રકમ ચુકવવા માટે લીગલ નોટીસ મોકલાવેલ.

લીગલ નોટીસ મળી ગયા બાદ આરોપીએ ચેકની રકમ ચુકવેલ ન હોય જેથી આ કામના ફરીયાદીએ રાજકોટ મુકામેથી આરોપી વિરૂધ્ધ ફરીયાદ કરેલ જે કેસ ચાલવા ઉપર આવતા ફરીયાદીએ તેમના એડવોકેટ દુર્ગેશ જી.ધનકાણી થકી સંપુર્ણ કેસ કોર્ટ સમક્ષ ચલાવેલ, કેસ ચાલતા દરમ્યાન તમામ ડોકયુમેન્ટ તથા પુરાવાઓ કોર્ટ સમક્ષ રજુ કરેલ કાયદાની તમામ પ્રક્રિયા પુર્ણ કરી દલીલ સમયે પક્ષકારોએ રજુ કરેલ ડોકયુમેન્ટો કોર્ટ સમક્ષ રજુ થયેલા જે દસ્તાવેજો ઉપર ધ્યાને લીધેલ તથા દલીલ તબકકે એડવોકેટે દલીલો તથા ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ ધ્યાને લાવેલ (રજુ કરેલ) હોય જેમાં કોર્ટે એડવોકેટ દુર્ગેશ જી.ધનકાણીની દલીલો તથા રજુઆતોને ધ્યાને અને રાજકોટના જજ શ્રી આર.એસ.રાજપુતએ આરોપીઓને ૧ વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ (૪,૦૦,૦૦૦) આરોપીએ ફરીયાદીને વળતર પેટે-૧ માસની અંદર ચુકવી આપવી જો તેમ કરવામાં નિષ્ફળ જાય તો આરોપીને વધુ ૬ માસની સજા કરતો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ફરીયાદી પંકજભાઇ પ્રવીણભાઇ ભાયાણી વતી રાજકોટના એડવોકેટ દુર્ગેશ જી.ધનકાણી, રાજુભાઇ મીયાત્રા, વીજય સીતાપરા, પ્રદીપ બોરીચા, હીરેન લખતરીયા તથા વિવક સોજીત્રા રોકાયેલા હતા.

(3:04 pm IST)