Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

નવલા નોરતા આવ્યા માં ગરબે રમવા આવો રે

રાજકોટ : નવલી નવરાત્રીને આર્ડ હવે એક જ દિવસ બાકી રહ્યો છે. ત્યારે અવનવા આકર્ષક ગરબા બજારમાં જોવા મળી રહ્યા છે. કહેવાય છે કે ગરબો એટલે જેના ગર્ભમાં સમગ્ર સંસાર વસે છે. ૯ દિવસ માતા આદ્યશકિતની આરાધના કરી સમગ્ર વર્ષ શાંતિ અનુભવાય છે. ગરબામાં કરવામાં આવતા છીદ્રોથી સમગ્ર ઘર પ્રકાશિત થાય છે પ્રાચીન પરંપરા અનુસાર નોરતામાં ઘરે ઘરે માટીના ગરબામાં ઘંઉ મુકી તેની ઉપર કોડીયુ રાખી ઘીનો દિવો પ્રગટાવી માંની આરાધના કરવામાં આવે. સમય બદલાતા માટીના ગરબા અવનવી ડીઝાઇનવાળા બજારમાં જોવા મળે છે. ત્યારે કોરોના મહામારી હોવા છતાં લોકોની શ્રધ્ધા અકબંધ છે. લોકો ઉત્સાહપૂર્વક ગરબાની ખરીદી કરી રહ્યા છે. બજારોમાં દેશી ગરબા સાથે ફેન્સી ગરબા જોવા મળી રહ્યા છે. (વિનોદ પોપટ)

(3:52 pm IST)