Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

મનહર સોસાયટીમાં મહિલા સંચાલીત જુગારધામ પર દરોડો : ૧૨ શખ્સો પકડાયા

સરસ્વતીનગરમાં વાલીબેન પરમારના મકાનમાં પત્તા ટીંચતા પાંચ પકડાયા

રાજકોટ,તા.૧૬ : નાનામવા રોડ ઉપર આવેલી મનહર સોસાયટીમાં મહિલા સંચાલીત ચાલતા જુગારધામ પર માલવીયા નગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડીછ જુગાર રમતા મહિલાઓ સહિત બાર શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નનર શ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, ડીસીપી મનમોહનસિંહ જાડેજા તથા એસીપછ જે.એસ. ગેડમની સૂચનાથી પીએસઆઇ વી.કે. ઝાલા, હેડ કોન્સ મસરીભાઇ ભેટારીયા, યુવરાજસિંહ, દિગ્પાલસિંહ, ભાવેશભાઇ, હરપાલસિંહ, રોહીતભાઇ, મહેશભાઇ તથા હિતેષભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે નાનામવા રોડ પર મનહર સોસાયટી શેરનં.૧માં રહેતા ભાવનાબેન કીર્તીભાઇ પટેલના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાનમાલિક ભાવનાબેન પટેલ, નાનામવા રોડ નહેરૂનગરના ભારતીબેન અજયભાઇ ભટ્ટ, દોઢ સો ફૂટ રોડ આશ્રય ગીન્સ સોસાયટીના ગીતાબેન પરસોતમભાઇ પટેલ, સાંઇધામ સોસાયટીના શીલ્પાબેન મુકેશભાઇ ભુવા, આશ્રય ગ્રીન્સ સોસાયટીના ભાનુબેન ગોરધનભાઇ ગરસોંદીયા, મવડી રોડ બાપા સીતારામ ચોક સોરઠીયા પાર્ક શેરીનં.૩ના નીતાબેન ચંદુભાઇ દેસાઇ, કણકોટ રોડ ગોલ્ડ ટ્રાયલ એપાર્ટમેન્ટ સી-વીંગ ફલેટના ધારાબેન હરેશભાઇ માણાવદરીયા, આશ્રય ગીન્સ સોસાયટી એ-વીંગ ફલેટના જલ્પાબેન અશોકભાઇ ધોરાજીયા, શકિતનગર સોસાયટી મેઇન રોડ સંપતી એપાર્ટમેન્ટ બ્લોકનં. ૩૦૧ના અનીલાબેન રાજેશભાઇ કાલાવડીયા, જલજીત સોસાયટીના મીતેશ સુરેશભાઇ ચાવડા, સાંઇધામ મેઇન રોડ પર રહેતા મુકેશ પરસોતમભાઇ ભુવા, માયાણીનગર શેરીનં.૪ના રાજેન્દ્રસિંહ ધીરજસિંહ ગોહીલને પકડી લઇ રૂ. ૩૩૪૫૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી અને પોલીસે તમામ સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી હતી.

જ્યારે બીજા દરોડામાં તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.વી. ધોળના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.ડી. ડામોર, એ.એસ.આઇ આર.બી. જાડેજા, હેડ કોન્સ વિજયગીરી, કોન્સ ભગીરથસિંહ ઝાલા, અરજણભાઇ ઓડેદરા, કોન્સ. વિેરન્દ્રસિંહ જાડેજા, કોન્સ. મનિષભાઇ સોંઢીયા તથા રૂપેશભાઇ ઠુંમર સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે એએસઆઇ આર.બી. જાડેજા, મનિષભાઇ સોંઢીયા, તથા વિરેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે દોઢસો ફૂટ રીંગ રોડ ફોચ્યુન હોટલની પાછળ સરસ્વતીનગર શેરીનં.૧૬ની સામે રહેતા વાલીબેન શાંતીભાઇ પરમારના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક વાલીબેન પરમાર તથા સરસ્વતીનગર-૧૦ના ગીતાબેન રમેશભાઇ ગુજરાતી, સરસ્વતી નગર શેરીનં.૧૪ના સાગર ભીખાભાઇ ચાવડા, ૪૦ ફૂટ રોડ ઓમનગર પાસેના શૈલેષ ગોરધનભાઇ માકડીયા તથા ખોડીયારપરા શરીનં.૧૫ના વાઘજી ચોથાભાઇ સોલંકીને પકડી લઇ રૂ.૧૮૪૫૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી અને તમામ સામે જાહેરનામા ભંગનો અને માસ્કનો દંડ પણ વસુલ કરવામાં આવ્યો હતો.

(3:07 pm IST)