Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ભાજપ દ્વારા 'સેવા સપ્તાહ' અંતર્ગત સફાઇ ઝુંબેશ, વૃક્ષારોપણ અને માસ્ક વિતરણ

રાજકોટ :વડાપ્રધાન, નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે શહેર ભાજપ દ્વારા તમામ વોર્ડમાં સેવાકીય કાર્યોના માધ્યમથી  'સેવા સાપ્તાહ' ની ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત સફાઇ ઝુંબેશ, વૃક્ષારોપણ અને માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.આ તકે  ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોર રાઠોડ, રાજુભાઈ બોરીચા, અરવીંદ રૈયાણી, અશ્વીન મોલીયા, દલસુખ જાગાણી, સહીતના ભાજપ અગ્રણીઓ વિવિધ સેવાકાર્યોમાં ઉપસ્થિત રહયા હતા. આ સેવાકાર્યો  અંતર્ગત વોર્ડ નં.૧ માં રાણીમા ચોક આવાસ યોજના ખાતે માસ્ક વિતરણ કરવામાં આવેલ, જેમાં દીલીપભાઈ પટેલ, હીતેશ મારૂ, જયરાજસિહ જાડેજા, કાનાભાઈ ખાણધર, દુર્ગાબા જાડેજા, અંજનાબેન મોરજરીયા, લલીત વાડોલીયા ઉપસ્થિત રહયા હતા. વોર્ડ નં. ર માં છોટુનગર ખાતે માસ્ક વિતરણ કરવામાં આવેલ, જેમાં નરેન્દ્રસિહ ઠાકુર, અતુલ પંડીત, દશરથ વાળા, ભાવેશ ટોયટા, ડો.દર્શીતાબેન શાહ, મનીષ રાડીયા  ઉપસ્થિત રહયા હતા., વોર્ડ નં.૩ માં કીટીપરા ખાતે માસ્ક વિતરણ કરવામાં આવેલ, જેમાં હેમભાઈ પરમાર, રાજુ દરીયાનાણી, હીતેશ રાવલ, ઉપસ્થિત રહયા હતા. વોર્ડ નં.૪ માં દેવીપુજક વાસ, વેલનાથપરા, જય જવાન જય કીસાન સોસાયટી ખાતે માસ્ક વિતરણ કરવામાં આવેલ, જેમાં  સી.ટી. પટેલ, કાનાભાઈ ઉધરેજા, દીનેશ ચૌહાણ, સંજય ગોસ્વામી, , મહેશ મીયાત્રા, અશ્વીન ગોસાઈ, સોનલબેન ચોવટીયા, રાજશ્રીબેન માલવીયા, કંકુબેન ઉધરેજા, દીવ્યેશ રામાણી   ઉપસ્થિત રહયા હતા. વોર્ડ નં. ૬ માં રાવણ ચોક, રાજમોતી મીલ સામે સીતારામ મેઈન રોડ, ઈએસઆઈ હોસ્પિટલ પાછળ, ગોકુલ નગર, સંત કબીર રોડ  સહીતના વિસ્તારોમાં  સફાઈ ઝુંબેશ અને પાંજરાપોળ, ભાવનગર રોડ, આરએમસી ઓફીસ પાસે, સાગર નગર, યુવરાજ નગર, ભીમનગર સહીતના વિસ્તારોમાં માસ્ક વિતરણ કરવામાં આવેલ, જેમાં ઘનશ્યામ કુંગશીયા, દુષ્યંત સંપટ, વીરમ રબારી, મુકેશ રાદડીયા, સજુબેન રબારી, દેવુબેન જાદવ  સહીતના ઉપસ્થિત રહયા હતા, તેમજ વોર્ડ નં. ૭ માં એજી ઓફીસ પાછળ, મહીલા કોલેજ સેન્ટર, લીજજત પાપડ, રામનાથપરા, કરણપરા ચોક સહીતના વિસ્તારોમાં સફાઈ ઝૂંબેશ યોજાઈ હતી, જેમાં મનીષ ભટ્ટ, સુરેન્દ્રસીહ વાળા, અનીલભાઈ પારેખ, રમેશભાઈ દોમડીયા, અનીલ લીંબડ, અજય પરમાર, મીનાબેન પારેખ, રાજુ મુંધવા સહીતના ઉપસ્થિત રહયા હતા. વોર્ડ નં. ૮ માં લક્ષ્મીનગર, રાજનગર, હીંગળાજ નગર, અમરનાથ મંદીર સહીતના વિસ્તારોમાં ચશ્મા વિતરણ કરવામાં આવેલ, જેમાં નિતીન ભુત, અશ્વીન પાંભર, કાથડભાઈ ડાંગર, તેજશ જોષી, મહેશ રાઠોડ, જાગૃતીબેન ઘાડીયા, કીરણબેન માંકડીયા, સહીતના ઉપસ્થિત રહયા હતા., વોર્ડ નં. ૯ માં ત્રિલોક પાર્ક વોર્ડ ઓફીસ પાસે સફાઈ ઝુંબેશ યોજવામાં આવેલ જેમાં વિક્રમ પુજારા, રૂપાબેન શીલુ, પ્રદીપ નીર્મળ, હીરેન સાપરીયા, વિરેન્દ્ર ભટ્ટ,  જીતુભાઈ કાટોળીયા, દક્ષાબેન વસાણી, સંજય ભાલોડીયા ઉપસ્થિત રહેલ. વોર્ડ નં.૧૦ માં પુષ્કરધામ રોડ શાકમારકેટ પાસે વૃક્ષારોપણ  તેમજ બીટી સવાણી હોસ્પિટલ  ખાતે માસ્ક વિતરણ કરવામાં આવેલ, જેમાં સંગીતાબેન છાયા, રજની ગોલ, પરેશ તન્ના, અશ્વીન ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, પરેશ હુંબલ સહીતના ઉપસ્થિત રહયા હતા., વોર્ડ નં.૧ર માં ભવાની નગર ખાતે માસ્ક વિતરણ કરવામાં આવેલ, જેમાં પ્રદીપ ડવ, રસીકભાઈ કાવઠીયા, દશરથસિહ જાડેજા, મનસુખભાઈ વેકરીયા સહીતના ઉપસ્થિત રહેલ. વોર્ડ નં.૧૩ માં પીડી માલવીયા કોલેજ, પટેલ કન્યા છાત્રાલય, ગોંડલ રોડ જકાતનાકા પાસે ના વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ, જેમાં જીતુભાઈ કોઠારી, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેન્દ્રસિહ વાળા, વીજય ટોળીયા, કેતન વાછાણી, ધીરૂભાઈ તળાવીયા, નીતીન રામાણી, જયાબેન ડાંગર,  શૈલેષ ડાંગર, વજુભાઈ લુણાસીયા, નયનાબેન ગોહીલ, યોગીન છનીયારા,વીમલભાઈ ડાંગર સહીત સહીતના ઉપસ્થિત રહયા હતા. વોર્ડ નં.૧૪માં લલુડી વોકળી, લક્ષ્મીવાડી કવાટર, આનંદ નગર કવાટર ખાતે  માસ્ક વિતરણ કરવામાં આવેલ, જેમાં જીતુભાઈ કોઠારી, જયોત્સનાબેન હળવદીયા, નીલેશ જલુ, હરેશ જોષી, અનીષ જોષી, રાજુભાઈ ટાંક, જીતેન હીંડોચા, પવન સુતરીયા, વીપુલ ડવ,   સહીતના ઉપસ્થિત રહયા હતા. વોર્ડ નં.૧પ માં ભારતનગર મેઈન રોડ, રામનગર શુલભ ની સામેના વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ તેમજ આનંદનગર, કુબલીયા પરા, નવા થોરાળા મેઈન રોડ સહીતના વિસ્તારોમાં માસ્ક વિતરણ કરવામાં આવેલ, જેમાં સોમભાઈ ભાલીયા, મહેશ બથવાર, રત્નાભાઈ રબારી,  ભીખુભાઈ ડાભી, પાંચાભાઈ વજકાણી, મહેશ અઘેરા, નાનજીભાઈ પારઘી, રાબીયાબેન સરવૈયા, હસુભાઈ છાંટબાર, સહીતના ઉપસ્થિત રહયા હતા., વોર્ડ ૧૬ માં રાધાકૃષ્ણ સોસાયટી ખાતે માસ્ક વિતરણ  કરવામાં આવેલ, જેમાં  જીતુભાઈ સીસોદીયા, કંચનબેન સિધ્ધપુરા,સહીતના સાથે બહોળી સંખ્યામાં ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહયા  હતા. ત્યારે આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોય શહેર ભાજપ દ્વારા  શહેરભરમાં ચશ્મા વિતરણ, વૃક્ષારોપણ, માસ્ક વિતરણ, સફાઈ ઝુંબેશ, હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ સહીતના સેવાકાર્યોની વણઝાર થવાની છે. કાર્યક્રમની કાર્યાલય ખાતેથી સાહીત્યની વ્યવસ્થા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ અને કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી સંભાળી રહયા છે.

(3:39 pm IST)