Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

આજી ડેમ ઓવરફલોથી ડાઉનસ્ટ્રીમમાં રોજ હજારો માછલાના મોતઃ તંત્ર પગલા લ્યેઃ જીવદયા પ્રેમીની માંગ

રાજકોટઃ શહેરના આજીડેમ સતત ઓવર ફલો થઇ રહ્યો છે. આથી ડેમના નિચેની તરફ ડાઉન સ્ટ્રીમમાં રોજ હજારો માછલા મરી રહ્યા છે. જેના કારણે જીવદયા પ્રેમીઓમાં અરેરાટી ફેલાઇ છે અને આ નિર્દોષ માછલાઓના જીવ બચાવવા મ્યુ.કમિશ્નર સહીતના અધિકારીઓને જીવદયા પ્રેમી નિર્મળભાઇ શીંગાળાએ રજુઆતો કરી છે. તસ્વીરમાં ડેમના ઓવર ફલોથી મૃત્યુ પામેલા માછલાઓનો ઢગલો નજરે પડે છે.

(3:38 pm IST)