Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ગર્ભ પરિક્ષણમાં પકડાયેલી ત્રિપુટી રિમાન્ડ પરઃ ગર્ભપાત કરનાર ડોકટરને ઝડપી લેવા દોડધામ

રાજકોટ તા. ૧૬: મવડીના બાપા સિતારામ ચોકથી આગળ આવેલા હરિઓમ એકયુપ્રેશર એન્ડ નેચરોથેરાપી સેન્ટર નામના કિલનીકની આડમાં ગેરકાયદેસર રીતે નાણા વસુલી ગર્ભપરિક્ષણ  કરતાં ત્રણ શખ્સોને એસઓજીની ટીમે દબોચી લીધા હતાં. આ ત્રણેયના બે દિવસના રિમાન્ડ મંજુર થયા છે. ત્રણેય પરિક્ષણ કરી આપવા ઉપરાંત જો કોખમાં દિકરી હોય અને તેનો ગર્ભપાત કરવો હોય તો તે પણ કરાવી આપતાં હતાં. ગર્ભપાત કરી આપનાર ડોકટરની માહિતી એસઓજીને મળી જતાં ડોકટર પણ હવે હાથવેંતમાં છે.

એસઓજીની ટીમે અમિત પ્રવિણભાઇ થિયાદ (રજપૂત) (ઉ.વ.૩૯-રહે. ગોકુલધામ પાસે ગિતાંજલી સોસાયટી-૩), દિનેશ મોહનભાઇ વણોલ (રજપૂત) (ઉ.વ.૩૬-રહે. કૃષ્ણનગર, ગુરૂપ્રસાદ ચોક અલંકાર એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૦૨) તથા અવેશ રફિકભાઇ મન્સુરી (પીંજારા) (ઉ.વ.૩૨-રહે. અંધારીયાવાડ, લઘાસાબાવાની દરગાહ પાસે ધોરાજી)ને પકડી લીધા હતાં. આ ત્રણેય ખાનગી હોસ્પિટલોમાં વર્ષોનો કમ્પાઉન્ડરનો અનુભવ ધરાવતાં હોઇ કેટલાક મહિનાથી નેપાળથી સોનોગ્રાફી મશીન લાવી ગર્ભપરિક્ષણના ગોરખધંધા આદર્યા હતાં.

બાર હજારમાં ગર્ભ પરિક્ષણ અને વીસ હજારમાં ગર્ભપાતનો ગોરખધંધો આ ત્રણેય કરતાં હતાં. વિશેષ પુછતાછ કરવાની હોઇ રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાતાં ત્રણેયના બે દિવસના રિમાન્ડ મળતાં વિશેષ તપાસ શરૂ થઇ છે. શહેરની ભાગોળે રહેતાં એક ડોકટરની સંડોવણી સામે આવી રહી હોઇ તેને દબોચી લેવા તજવીજ શરૂ થઇ છે.

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસઓજી પીઆઇ આર.વાય. રાવલની સુચના મુજબ પીએસઆઇ એમ. એસ. અન્સારી, હેડકોન્સ. ઝહીરખાન ખફીફ, કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, અઝહરૂદ્દીન બુખારી, કૃષ્ણદેવસિંહ જાડેજા, પ્રદિપસિંહ ગોહિલ, અનિલસિંહ ગોહિલ અને સોનાબેન મુળીયા વિશેષ તપાસ કરે છે.

(3:04 pm IST)
  • બિહારમાં 98 વર્ષની વયે એમએ કરનારા રાજકુમાર વૈશ્યનું નિધન : મુખ્યમંત્રી નીતીશકુમારે શોક વ્યક્ત કર્યો :98 વર્ષની વયે અર્થશાસ્ત્ર વિષયમાં એમએ ની પરીક્ષા આપી પાસ થનાર રાજકુમાર વૈશ્યનું 101 વર્ષની વયે નિધન :તેઓની નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રોકોર્ડમાં પણ નોંધાયું છે access_time 8:57 am IST

  • પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પણ ધટાડો : પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે 15 પૈસા અને ડીઝલમાં 21 પૈસાનો ઘટાડો : ભાવ ઘટાડો સવારે છ વાગ્યાથી લાગુ. access_time 11:40 pm IST

  • ચીન સામેના યુદ્ધમાં પ્રાણોની આહુતિ આપવા માટે પીછેહટ નહિ કરીએ :શિયા ધર્મગુરૂએ વડાપ્રધાનને લખ્યો પત્ર : ઇમામ-એ-જુમા અને શિયા ધર્મગુરૂ મૌલાના કલ્બે જવાદે કહ્યું કે લેહ અને લદ્દાખના શિયા મુસ્લિમ ભારતની સાથે અને ચીનની વિરુદ્ધ દરેક પગલા પર ઉભા રહેશે: ભારતના કોઇ પણ નિર્ણયની સાથે અમારી કોમ એકતાથી તમામ મુદ્દા પર સમર્થન આપશે. તેના માટે જીવ ગુમાવવાનો વારો આવે તો પણ અમે જરા પણ ખટકાટ અનુભવીશું નહીં access_time 8:58 am IST