Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

વોર્ડ નં.૧૦ માં ધન્વંતરી રથના માધ્યમથી ડોર ટુ ડોર લોકોનું સ્કેનીંગ

વોર્ડ નં.૧૦માં શહેર મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ વોર્ડની તમામ સોસાયટીઓમાં રેપીડ ટેસ્ટ કરી દવા તથા ઉકાળાનું વિતરણ કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે વોર્ડ નં.૧૦ ની ગુંજનપાર્ક, પુષ્કરધામ, આલાપ એવન્યુ, આલાપ સેન્ચુરી, શ્યામપાર્ક, શિલ્પન રેસીડેન્સી, ક્રિષ્નાપાર્ક, શિવધામ, ચિત્રકુટધામ, એ.જી.સોસાયટી, સદ્દગુરૂનગર, પારીજાત સોસાયટી, વિષ્ણુવિહાર, કેવલમ્ સોસાયટી, રૂરલ હાઉસીંગ બોર્ડ, જીવનનગર, સહીતની સોસાયટીઓમાં ધન્વંતરી રથ સાથે આરોગ્ય ટીમે લોકોના રેપીડ ટેસ્ટ કરી દવા તથા ઉકાળાનું વિતરણ કર્યું હતું. ભાજપના કોર્પોરેટર અશ્વિનભાઇ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, પૂર્વ કોર્પોરેટર પરેશભાઇ હુંબલ, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી હરેશભાઇ કાનાણી, પરેશભાઇ તન્ના, શહેર ઉપાધ્યક્ષ સંગીતાબેન છાયા, સહીતની ભાજપના કાર્યકરોની ફોજ વિવિધ સોસાયટીઓમાં ધન્વંતરી રથ સાથે ફરી મદદરૂપ થઇ રહ્યા છે.

(2:46 pm IST)
  • રાજસ્થાનમાં ફરી રાજકીય તણાવના એંધાણ : ગેહલોતના મંત્રી વિરુદ્ધ ધારાસભ્યે ખોલ્યો મોરચો : ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું હવે શરૂ થશે નકારાનિકમ્મા પાર્ટ-2: ખાણ વિભાગના મંત્રી પ્રમોદ જૈન ભાયાનું નામ લીધા વિના ધારાસભ્ય ભરતસિંહે લખેલ પત્રમાં કહેવાયું કે મુખ્યમંત્રીએ રાજ્યના પ્રભારી મંત્રીઓને બદલી નાખ્યા પરન્તુ સૌથી ભ્રષ્ટ મંત્રીને હજુ સુધી બરખાસ્ત કર્યા નથી access_time 8:58 am IST

  • આલેલે... છ મહિનામાં ચીનાઓએ કોઈ ઘૂસણખોરી કરી નથી : ગૃહ બાબતોના મંત્રાલયે રાજયસભામાં જણાવ્યુ હતું કે ભારત - ચીન સરહદે છેલ્લા ૬ મહિના દરમિયાન કોઈ જ ઘૂસણખોરીનો બનાવ બન્યો નથી access_time 11:17 am IST

  • ડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST