Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

પીજીવીસીએલ દ્વારા દેશનાં ૭૬માં સ્‍વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી

કોર્પોરેટ ઓફિસ, રાજકોટ ખાતે મેનેજિંગ ડિરેક્‍ટરશ્રી વરૂણકુમાર બરણવાલના હસ્‍તે ત્રિરંગો લહેરાવવામાં આવ્‍યો

રાજકોટ,તા. ૧૬ : ભારતના ૭૬ માં સ્‍વાતંત્ર્ય પર્વની પヘમિ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા તેની કોર્પોરેટ ઓફિસ રાજકોટ ખાતે શાનદાર અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી. કંપનીના મેનેજિંગ ડિરેક્‍ટરશ્રી વરૂણકુમાર બરણવાલના હસ્‍તે જોઈન્‍ટ મેનેજિંગ ડિરેક્‍ટર શ્રીમતી પ્રીતિ શર્મા, અન્‍ય ઉચ્‍ચ અધિકારીઓ, કર્મચારીઓ અને પોલીસ સ્‍ટાફની હાજરીમાં ત્રિરંગો લહેરાવવામાં આવ્‍યો હતો. પીજીવીસીએલ દ્વારા આઝાદીના અમૃત મહોત્‍સવની ઉજવણીના વર્ષ દરમ્‍યાન કરવામાં આવેલ કામગીરીને બિરદાવેલ. તેમજ પીજીવીસીએલની પ્રગતિમાં સહભાગી થવા બદલ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવી પ્રોત્‍સાહિત કર્યા હતા.

 

(11:20 am IST)