Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

યુવાનો ચા-પાનના ગલ્લે ટોળામાં જવાનું ટાળો : પ્રદિપ ડવ

કોરોનાની બીજી લહેર ઝડપી અને ઘાતક છે : સરકારી -અર્ધ સરકારી કચેરીમાં ખાસ કામ સિવાય જવુ નહિ : મેયરની સલાહ

રાજકોટ,તા. ૧૬: મેયર ડો.પ્રદિપ ડવ એક યાદીમાં જણાવે છે કે, હાલમાં કોરોનાની બીજી લહેર ખુબ જ દ્યાતક અને ઝડપી સંક્રમિત કરતી છે. દિન-પ્રતિદિન કોરોનાના કેસો વધતા જાય છે. શહેરના તમામ નગરજનોને વિનંતી કરવામાં આવે છે કે તમારા અને તમારા પરિવારન સ્વાસ્થ્ય માટે ઘરની બહાર ન નીકળવું.

સરકારી કે અર્ધસરકારી કચેરીમાં ફરજીયાત જવાનું થાય તો જ જવાનું નહીતર ટેલીફોનીક, મેઈલ કે કોલસેન્ટરમાં ફરિયાદ કરવાનું અપનાવું. બહાર નીકળવાનું ટાળશું એટલું જ સંક્રમણ ઓછું થશે.

કોરોનાની બીજી લહેરમાં યુવાનો પણ ખુબજ સંક્રમિત થઇ રહ્યા છે. જેથી તમામ યુવાનોને પણ વિનંતી કરવામાં આવે છે કે ચા-પાનના ગલ્લા ઉપર ટોળે વળી બેસવું નહિ. થોડો સમય આપણે ધ્યાન રાખીશું તો સંક્રમિતની ચેઈન અવશ્ય તૂટશે.

રાજકોટ મહાનગરપાલિકામાં પણ કોઈ નાનામોટા કામ માટે રૂબરૂ આવને બદલે કોલસેન્ટર નં.૨૪૫૦૦૭૭ અથવા આપના વિસ્તારના વોર્ડ ઓફિસર એન્જીનીયરને ટેલીફોનીક જાણ કરવા અથવા મેયર મેઈલ આઈ.ડી. કે કોર્પોરેશનની વેબસાઈટ પર તમારી ફરિયાદ મોકલી આપવી.

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રથમ વખતના જનતા કરફ્યું સમયે જ કહેલ કે 'જાન હૈ, તો જહાન હૈ' ખરેખર આ મંત્ર આપણે સૌએ જીંવન સાથે વણી કોરોનાને હરાવવા સંકલ્પબદ્ઘ બનીએ. ફરીને તમામ શહેરનાં નગરજનોએ કામ સિવાય બહાર નીકળવું નહિ તેવી નમ્ર અપીલ.

કોરોના સામે વેકિસન એક અમોધ શસ્ત્ર છે. તો ૪૫ વર્ષથી ઉપરના તમામ ભાઈ-બહેનોએ કોઈપણ જાતના ડર કે ભય રાખ્યા વગર વેકિસન લઇ લેવા અંતમાં મેયરશ્રીએ જણાવેલ.

(4:11 pm IST)