Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

ભગવતીપરા સ્મશાન પાસે મકાન અને એકસેસમાંથી દારૂની ૬૦ બોટલ કબ્જે

ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ મહંમદહનીફ શેખની શોધખોળ

રાજકોટ તા. ૧૬: શહેરના ભગવતીપરામાં બાળકોના સ્મશાન પાસે ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી મકાનમાં અને એકસેસ મોટર સાયકલમાંથી દારૂની ૬૦ બોટલ કબ્જે કરી હતી.

મળતી વિગત મુજબ ભગવતીપરામાં એક મકાનમાં દારૂનો જથ્થો પડયો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચના પી.આઇ. વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પો. કોન્સ. ક્રિપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે ભગવતીપરામં બાળકોના સ્મશાન પાછળ એક મકાનમાં દરોડો પાડી મકાનમાંથી અને એકસેસ મોટર સાયકલમાંથી રૂ. ર૬૮૦૦ની કિંમતની દારૂની ૬૦ બોટલ મળી આવતા દારૂનો જથ્થો તથા મોટર સાયકલ મળી કુલ રૂ. પ૬૮૦૦નો મુદામાલ કબજે કર્યો હતો અને મકાનમાં રહેતો મહંમદહનીફ હબીબભાઇ શેખની શોધખોળ હાથ ધરી છે.

(4:10 pm IST)