Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

નરપિશાચે નફફટાઇથી કહ્યું-આ જગ્યાએ મેં એને મારી નાંખી'તી!

ટોળા ભેગા ન થાય એ માટે વહેલી સવારે બાળકીના અપહરણ-હત્યાનું રિકન્સ્ટ્રકશન કરાયું: હોસ્પિટલે વિર્યના નમુના લેવાયાઃ તબિબી પરિક્ષણ : રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાયોે: ડીએનએ માટે સેમ્પલ લઇ ગાંધીનગર પરિક્ષણમાં મોકલાશે : વિકૃત માનસ ધરાવતાં આ હત્યારાને હજુ પણ કોઇ પછતાવો નથી!

 ૧ ખંઢેરમાં બળાત્કાર કઇ રીતે ગુજાર્યો તે દર્શાવતો રમેશ :ર આ રૂમમાં બાળકીની હત્યા કરી : ૩ ખંઢેરમાં રિકન્ટ્રકશન : ૪ હવસખોર રમેશ : પ એસીપી બી. બી. રાઠોડ, પી.આઇ. ચુડાસમા અને સ્ટાફ : ૬ રમેશને સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો  : ૭ હવસખોર હત્યારાને જોવા લોકોના ટોળા ભેગા થયા :તસ્વીરો સંદિપ બગથરીયા

રાજકોટ તા. ૧૬:  વ્હોરા વૃધ્ધાની સોખડા પાસે ક્રુર હત્યા અને ૩૦ હજારના દાગીનાની લૂંટ ચલાવવા ઉપરાંત ચુનારાવાડ ચોકમાંથી ૩ વર્ષની માસુમ બાળકીનું અપહરણ કરી ગંજીવાડા પીટીસીના પટના ખંઢેરમાં લઇ જઇ બબ્બે વખત બળાત્કાર ગુજારી જમીનમાં પછાડી માથા પર પાણા ફટકારી હત્યા નિપજાવનાર નરપિશાચ હવસખોર હત્યારો રમેશ બચુભાઇ વૈધુકીયા (કોળી) (ઉ.૨૬) હાલમાં બાળકીના અપહરણ, બળાત્કાર, હત્યાના ગુનામાં પોલીસ કસ્ટડીમાં છે. એટ્રોસીટીની કલમ ઉમેરાઇ હોઇ એસીપી બી. બી. રાઠોડની રાહબરીમાં પી.આઇ. એન. એન. ચુડાસમા અને ટીમ તપાસ કરે છે. આ હત્યારા પર સમગ્ર સોૈરાષ્ટ્રમાં ફીટકાર વરસી રહ્યો હોઇ અને તેના પર સતત જોખમ હોઇ જેથી આજે વહેલી સવારે લોકોની હાજરી ન હોઇ તેવા સમયે પોલીસે એસઆરપી બંદોબસ્ત  સાથે રમેશને સાથે રાખી  ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. તેણે નફફટાઇથી ઘટના સ્થળ બતાવીને જો સાહેબ અહિ મેં તેને મારી નાંખી હતી...તેમ જણાવ્યું હતું. હજુ પણ આ હવસખોરના ચહેરા પર પછતાવો નથી. સિવિલ હોસ્પિટલ ખાતે તેનું તબિબી પરિક્ષણ કરાવી વિર્યના નમુના લેવડાવાયા હતાં.

વૃધ્ધાની હત્યા-લૂંટના ગુનામાં જેલહવાલે થયેલા રમેશ કોળીની કબ્જો ગઇકાલે થોરાળા પોલીસે બાળકીના અપહરણ, બળાત્કાર, હત્યાના ગુનામાં ટ્રાન્સફર વોરન્ટથી મેળવ્યો હતો. એટ્રોસીટીની કલમનો ઉમેરો થયો હોઇ એસીપી બી. બી. રાઠોડએ આ તપાસ પોતાના હસ્તક રાખી છે. તેમની સાથે મદદમાં થોરાળાના પી.આઇ. એન. એન. ચુડાસમા, અજીતભાઇ ડાભી તથા ડી. સ્ટાફની ટીમ જોડાયેલી છે.

હવસખોર નરપિશાચ રમેશે જે સાંજે બાળકીના અપહરણ, બળાત્કાર, હત્યાની કબુલાત આપી એ સાંજે તેને થોરાળા પોલીસ મથકે લાવવામાં આવ્યો ત્યારે મોટી સંખ્યામાં લોકોનું ટોળુ ભેગુ થઇ ગયું હતું અને નરાધમને પોતાને હવાલે સોંપી દેવા અને મારી નાંખવા સુત્રોચ્ચાર કર્યા હતાં. આ જોતાં આ શખ્સ પર લોકોનો રોષ ગમે ત્યારે ઉતરી પડે તેમ હોઇ આજે સવારે અપહરણ, બળાત્કાર, હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રકશન પોલીસે વહેલી સવારે કરવું પડ્યું હતું. એ સમયે લોકોની ખાસ અવર જવર નહોતી.

રમેશ સોૈ પ્રથમ તો પોલીસને ચુનારાવાડ વોંકળા પાસે લઇ ગયો હતો, જ્યાંથી તેણે  બાળકીને ઉઠાવી હતી. એ પછી ચાલીને આગળ જઇ જે સ્થળેથી રિક્ષામાં બેઠો હતો એ જગ્યા બતાવી હતી. એ પછી પીટીસી ગ્રાઉન્ડના ખંઢેરમાં અનેક રૂમો વચ્ચે પોતે જે રૂમમાં બાળકીને લઇ ગયો હતો એ રૂમે સીધો પહોંચ્યો હતો અને ત્યાં તેણે જે રીતે દૂષ્કર્મ આચર્યુ અને જે રીતે બાળકીને મારી નાંખી તેનું રિકન્સ્ટ્રકશન કરી બતાવ્યું હતું.  કોઇપણ જાતના પછતાવા વગર નફફટાઇ પૂર્વક તેણે કહ્યું હતું કે જો પછી આમ કરીને બાળકીને ફેંકી હતી અને પછી પાણો મારી પતાવી દીધી હતી!

ઉપરોકત કાર્યવાહી બાદ રમેશ કોળીને સિવિલ હોસ્પિટલ ખાતે તબિબી પરિક્ષણ માટે લાવવામાં આવ્યો હતો. અહિ વિર્યના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતાં.  બપોરે રમેશ કોળીને રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.  તેમજ ડીએનએ સેમ્પલ માટે જરૂરી લોહીના નમુના લઇ ગાંધીનગર લેબોરેટરીમાં મોકલવા કાર્યવાહી થઇ છે. એસીપી બી.બી. રાઠોડની રાહબરીમાં તપાસ થઇ રહી છે.

(3:47 pm IST)
  • ગુજરાતના નાણામંત્રી નિતિન પટેલ વિધાનસભામાં ર૦મીએ ર૦૧૮-૧૯નું રૂ. ર લાખ કરોડનું બજેટ રજુ કરશે access_time 4:22 pm IST

  • ભાજપની માફક કોંગ્રેસ ખોટા વચનો આપતી નથી :સુશાન યથાવત રાખવા કોંગ્રેસને મત આપો: ત્રિપુરામાં રાહુલ ગાંધીની મતદારોને અપીલ access_time 1:09 am IST

  • જમ્મુ - કાશ્મીરના બારામુલા વિસ્તારમાં આજે લશ્કરે એક આતંકવાદીને ઘેરી લીધો છે : સામસામા ફાયરીંગ અને એન્કાઉન્ટર ચાલુ છે access_time 11:49 am IST