Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

રાજકોટ જિલ્લામાં અભિયાનઃ બપોર સુધીમાં ૩ કેન્દ્રોમાં ૧૭પ કોરોના યોદ્ધાઓને રસીકરણ

ગોંડલ ખાતે રસીકરણ્નાા પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરી, આરોગ્ય વિભાગની ટીમ અને નામાંકિત સ્થાનિક ડોકટરોની તસ્વીર

રાજકોટ તા.૧૬ : આજે દેશવ્યાપી કોરોના સામેના રસીકરણ અભિયાનમાં રાજકોટ જિલ્લાએ સૂર પૂરાવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પંચાયતના સંયુકત ઉપક્રમે કલેકટર શ્રી રેમ્યા મોહન અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલકુમાર રાણાવાસિયાના, માર્ગદર્શન હેઠળ જિલ્લાના ૩ નગરોમાં રસીકરણની શરૂઆત થઇ છે. આજે આરોગ્ય શાખા દ્વારા આરોગ્ય કાર્યકરો અને ખાનગી ડોકટરોને રસી આપવામાં આવી રહી છે.

આજે સવારથી બપોર સુધીમાં ગોંડલમાં પ૦, જેતપુરમાં પ૦ અને જસદણમાં ૭પ, લોકોને રસી આપવામાં આવી છે પ્રથમ દિવસે રસી આપવામાં આવી છે. પ્રથમ દિવસે સાંજે પ વાગ્યા સુધીમાં ત્રણેય કેન્દ્રમાં  સો-સો મળી ૩૦૦ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક છે સમયપત્રક મુજબ દરરોજ રસીકરણ કાર્યક્રમ આગળ ચાલશે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરી સંકલન સંભાળી રહ્યા છે.રાજકીય અને અન્ય ક્ષેત્રના મહાનુભાવો જુદા જુદા કેન્દ્રો ખાતે ઉપસ્થિત રહી કોરોના વોરીયર્સ અને રસીકરણ ટીમના સભ્યોને બીરદાવ્યા હતા.ગોંડલમાં ડો. સુખવાલ, ડો. ઝાલાવાડીયા, ડો. ભટ્ટ, ડો. શીંગાળા, ડો. વાણવી, ડો. ગોયલ વગેરેએ રસી લીધી હતી.

(4:03 pm IST)