Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

રઘુવંશી નાતજમણ અંતર્ગત રઘુવંશી મહિલા વિભાગ દ્વારા વિવિધ સ્પર્ધા

 રાજકોટઃ આગામી ૨૨મીના સોમવારે રઘુવંશી પરિવાર દ્વારા રઘુવંશીઓના નાત જમણની તૈયારીના ભાગરૃપે રઘુવંશી પરિવાર મધ્યસ્થ કાર્યાલય ખાતે રાજકોટની તમામ રઘુવંશી મહિલા વિભાગ દ્વારા એક મીંટીગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં મહિલા વિભાગ દ્વારા એક મીનીટ રમત તથા મ્યુઝીકલચેર તથા ટોપ શો જેવું અનોખું આયોજન થયેલું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડયા હતા.  આગામી દિવસોમાં મહિલા વિભાગ દ્વારા શહેરમાં વોર્ડ પ્રમાણે રઘુવંશી બહેનોની જુદી-જુદી સ્પર્ધાઓ રાખવામાં આવશે.  ઇચ્છુકો એ રઘુવંશી પરિવાર મધ્યસ્થ કાર્યાલય, જાગનાથ મંદીર ચોક ખાતે સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(4:48 pm IST)