Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે નિઃશુલ્ક ઓશો ધ્યાન શિબિર તથા સન્યાસ ઉત્સવ

૧૯ જાન્યુઆરી ઓશો મહાપરિનિર્વાણ દિવસ નિમિતે આયોજકઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, સંચાલકઃ સ્વામિ સિદ્ધાર્થ હૃદયાંજલિઃ નિર્વાણ સ્વામિ ધ્યાન અલમસ્ત (ધીરેનભાઈ ટાંક)

રાજકોટ, તા. ૧૬ :. ઓશોના સૂત્ર 'ઉત્સવ આમાર જાતી આનંદ આમાર ગૌત્ર'ને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ, ભજન-કિર્તન, ગીત,-સંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, વિશ્વ દિવસ વગેરે રાજકોટમાં છેલ્લા ૩૨ વર્ષોથી રાત અને દિવસ ૨૪ કલાક ખુલ્લુ રહેતુ વિશ્વનુ એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર અવારનવાર ઉજવવામાં આવે છે.

આગામી તા. ૧૯ શુક્રવારે ઓશો મહાપરિનિર્વાણ દિવસ (ઓશો સેલીબ્રેશન દિવસ) નિમિતે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે એક દિવસીય નિઃશુલ્ક ઓશો ધ્યાન શિબિરનું આયોજન હર સાલની જેમ કરવામાં આવ્યુ છે. શિબિરનું સંચાલન જામનગરના સ્વામિ સિદ્ધાર્થ (કિશોર જોશી) કરવાના છે. જેઓ ઓશોના જુના સન્યાસી છે. અનેક ધ્યાન શિબિરોનું સંચાલન કરેલ છે જેઓએ ઓશો હતા ત્યારે પોરબંદરથી પુના તેમના જૂના સ્કૂટર હીરોપુક ઉપર સફર કરેલ છે. હાલમા પણ તેમની પાસે તે જ સ્કૂર છે તે સિવાયના વિશેષ કાર્યક્રમમાં હાલમાં ઓશો પરિવારના ઓશોના જૂના સન્યાસી સ્વામિ ધ્યાન અલમસ્ત (ધીરેનભાઈ ટાંક) નિર્વાણ પામ્યા છે. તેઓ ઓશો પરિવારમાં તથા ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરના ઈનર સર્કલમાં વિશેષ સ્થાન ધરાવતા હસમુખા સ્વભાવના બેહદ ચાહના ધરાવતા સ્વામિજીને હૃદયાંજલીનો કાર્યક્રમનું આયોજન કરેલ છે.

શિબિરની રૂપરેખા

સવારે ૬ થી ૭ સક્રીય ધ્યાન (આ ધ્યાન છેલ્લા ૩૨ વર્ષોથી દરરોજ નિયમીત એક પણ દિવસ ચુકાયા વગર કરવામાં આવે છે) સવારે ૭.૧૫ થી ૮ બ્રેકફાસ્ટ, સવારે ૮.૩૦ થી બપોરે ૧ દરમિયાન ગુરૂવંદના, ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો બપોરે ૧ થી ૩ મહાપ્રસાદ (હરિહર) તથા વિશ્રામ બપોરે ૩ થી રાત્રે ૮.૩૦ દરમિયાન વીડીયો દર્શનમાં ઓશોની દુર્લભ વિડીયો અંતિમયાત્રાની દર્શાવવામાં આવશે. ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો, સંધ્યા સત્સંગ, મહાપરિનિર્વાણ ઉત્સવ કિર્તન, નવા મિત્રોનો સન્યાસ ઉત્સવ, ઓશો સન્યાસી ધીરેનભાઈ ટાંકને હૃદયાંજલી ઉત્સવ તથા રાત્રે ૮.૩૦ વાગ્યે મહાપ્રસાદ.

૧૯ જાન્યુઆરી ૧૯૯૦ એ ઓશો એ શરીર છોડી દિધુ

ઓશોની સમાધિ ઉપર એમણે કરેલા શબ્દો કોતરેલા છે.

જેનો કદી જન્મ નથી થયો અને મૃત્યુ નથી થયું.

જે ફકત  ૧૧ ડીસેમ્બર ૧૯૩૧ થી ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ સુધી આ પૃથ્વી ગ્રહની યાત્રા ઉપર આવ્યા.

૧૯ મીએ નિઃશુલ્ક ઓશો ધ્યાન શિબીરમાં સહભાગીતા માટે તા. ૧૮ સુધીમાં સાધકે પોતાનું નામ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે રૂબરૂ અથવા સાથમાં આપેલા મો. નં. પર એસએમએસ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવું અત્યંત જરૂરી છે.

ઉપરોકત ઓશો મહાપરિનિર્વાણ શિબીરમાં સહભાગી થવા ઓશો સન્યાસી તથા પ્રેમીઓને ઓશો સન્યાસીની મા પ્રેમ દિવ્યા ધીરેનભાઇ ટાંક તથા ટાંક પરિવારે અનુરોધ કરેલ છે.

શિબિર સ્થળ : ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવર બ્રીજ પાસે, ૪ વૈદવાડી રાજકોટ.

વિશેષ માહિતી તથા એસએમએસ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવા માટે :- સ્વામિ સત્ય પ્રકાશ ૯૪ર૭ર પ૪ર૭૬, જયેશભાઇ કોટક ૯૪ર૬૯ ૯૬૮૪૩, અશોકભાઇ રાવલ (મોરબી) ૮૪૬૯૭ ૬૦૯૪૭

(4:26 pm IST)