Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

પંચાયતમાં બજેટ માટે ખાસ કારોબારી અને ખાસ સામાન્ય સભા બોલાવાશે

આવતીકાલની કારોબારીમાં બીનખેતીની ૩પથી વધુ ફાઇલો

રાજકોટ તા.૧૬ : જિલ્લા પંચાયતની કારોબારી બેઠક આવતીકાલે બુધવારે સવારે ૧૧ વાગ્યે અર્જુન ખાટરિયાની અધ્યક્ષતામાં મળનાર છે. જેમાં નવા નાણાકીય વર્ષના બજેટનો સમાવેશ કરાયો નથી. બીનખેતીની ૩પથી વધુ ફાઇલો રજુ થશે. બજેટ માટે જાન્યુઆરી અંતમાં નવેસરથી કારોબારી બોલાવાશે. કારોબારી પછી બજેટને સામાન્ય સભાએ બહાલી આપવાની થાય છે. સામાન્ય સભા છેલ્લે ૧ર ઓકટોબરે મળેલ. દર ૩ મહિને બજેટ બેઠક બોલાવવાની પ્રણાલિકા છે. કારોબારીમાં બજેટને બહાલી મળે પછી ખાસ સામાન્ય સભા બોલાવી બજેટ રજુ કરાશે. બજેટ માટે કારોબારી અને સામાન્ય સભા બંને ખાસ બોલાવાય તે ધ્યાન ખેંચનારી બાબત છે.

(4:24 pm IST)