Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ઇશ્વરીયા પાર્ક ખાતે 'આર્ટ બાય હાર્ટ'ની સ્પર્ધા

ઇશ્વરીયા પાર્ક ખાતે યોજાયેલ 'આર્ટ બાય હાર્ટ'ની સ્પર્ધા યોજાયેલ. જેમાં ૮૦ બાળકોએ ભાગ લીધો હતો. ત્રણ કેટેગરીમાં યોજાયેલ સ્પર્ધામાં ૫ થી ૭ વર્ષની કેટેગરીમાં સામીયા ટોલીયા, અન્વી સંઘવી અને વ્યોમ ટાંક તથા ૮ થી ૧૦ વષૅની કેટેગરીમાં તૃષી મનવર, હિતેશ્રી ગજેરા અને આરોહી પટેલ તથા ૧૧ થી ૧૪ વર્ષની કેટેગરીમાં આયેશા દેવાણી, દ્રષ્ટિ જોષી અને અભીજીત જેના વિજેતા બનેલ. ઇશ્વરીયા પાર્કના મેનેજર શ્રી આહ્યાએ પ્રાસંગીક પ્રવચન આપેલ. 'આર્ટ બાય હાર્ટ'નાં આયોજક જ્યોતિ ઘઘડા અને ગુરૂપ્રિતકૌર ચૌધરીએ સહકાર બદલ ઇશ્વરીયા પાર્કના સ્ટાફનો આભાર વ્યકત કરેલ.

(4:23 pm IST)