Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

આપણે તો 'ફીરકી' પકડી બીજાની 'પતંગ' ઉડતી જોઈ રાજી થવાનું...

રાજકોટઃ. મકરસંક્રાંતિએ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન પદે પુનઃનિયુકત થયેલા ધનસુખ ભંડેરીએ અહીંયા પણ 'હું નહીં તુ'ની ભાવનાથી પોતે ફીરકી પકડીને બીજાને પતંગ ઉડાડવામાં મદદરૂપ થઈ તેની પતંગ ઉડતી જોઈને રાજી થયા હતા તે તસ્વીરમાં દર્શાય છે. નોંધનીય છે કે, ધનસુખભાઈ ભંડેરી અનેક વખત સંસદ સભ્ય - ધારાસભ્ય માટે સબળ દાવેદાર બન્યા છે પરંતુ છેલ્લી ઘડીએ તેઓના સ્થાને અન્યને ટીકીટ ફાળવવામાં આવે છે ત્યારે તેઓએ અન્યની રાજકીય 'પતંગ' ચગાવવા માટે ચૂંટણીમાં જવાબદારીની 'ફીરકી' પકડી છે

ભારદ્વાજે આપ બળે પોતાની પતંગ ચગાવી

શહેર ભાજપમાં મોભાનુ સ્થાન ધરાવતા સિનિયર કોર્પોરેટર નિતીનભાઈ ભારદ્વાજે મકરસંક્રાંતિએ ફીરકી પકડવા કોઈનો સહારો લીધા વગર જાતે જ ફીરકી પકડી અને આપબળે જ પોતાની પતંગ ચગાવી હતી. નોંધનીય છે કે, અત્યારે શ્રી ભારદ્વાજની રાજકીય પતંગે પણ ઉંચી ઉડાન ભરી છે.

હું ફીરકી પકડું છું હવે તમે તમારી પતંગ ચગાવો

રાજકોટઃ મકરસંક્રાંતિ પર્વે રાજકોટ (ગ્રામ્ય)ના પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને હવે સક્રીય રાજકારણમાંથી થોડી નવરાસ મળી છે આથી તેઓએ 'ફીરકી' પકડી અને પતિ મનહર બાબરીયાની પતંગ ચગાવવામાં મદદ કરી હતી તે તસ્વીરમાં દર્શાય છે. નોંધનીય છે કે, વિધાનસભા ચૂંટણીમાં ભાનુબેનના સ્થાને આ વખતે ભાજપે લાખાભાઈ સાગઠિયાને ટીકીટ આપી હતી અને તેઓએ વિજયી બની આ બેઠક જાળવી રાખી છે

(4:20 pm IST)