Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસના ધારાસભ્યોનો નગારે ઘાઃ સૌરાષ્ટ્રમાં આંદોલન

૧ ફેબ્રુઆરીએ ઉપલેટાથી આંદોલનના શ્રીગણેશઃ ર થી ૬ દરમિયાન મામલતદાર કચેરીઓમાં ધરણા-આવેદનઃ ૭મીએ મામલતદાર અને પ્રાંત અધિકારીઓની કચેરીઓને તાળાબંધી

કોંગ્રેસના ધારાસભ્યોનો રણટંકાર... ખેડુતોના વિવિધ પ્રશ્ને ૧ ફેબ્રુઆરીથી કોંગ્રેસ દ્વારા આંદોલનના શ્રીગણેશ કરીને આક્રોષ વ્યકત કરવામાં આવશે ''અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો રજુ કરતા ધારાસભ્યો  લલિતભાઇ વસોયા, હર્ષદભાઇ રીબડીયા, પ્રવિણભાઇ મુછડીયા, ચિરાગભાઇ કાલરીયા, વલ્લભભાઇ ધારવીયા તથા કોંગ્રેસના હોદ્દેદારો નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૧૬ : સૌરાષ્ટ્રના ખેડૂતોને રાજય સરકાર દ્વારા થતા અન્યાય મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યો મેદાનમાં આવ્યા છે અને આગામી  તા.૧ ફબ્રુઆરીથી આંદોલન શરૂ કરીને રાજય સરકારને ઢંઢોળશે.તેમ ''અકિલા'' કાર્યાલય ખાતે ''અકિલા'' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ આંદોલનાત્મક કાર્યક્રમોની રૂપરેખા આપી હતી. ''અકિલા'' કાર્યાલય ખાતે ''અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ ધોરાજી ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલીતભાઇ વસોયા, વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયા જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયા, કાલાવડના પ્રવિણભાઇ મુછડીયા, જામનગર ગ્રામ્યના વલ્લભભાઇ ધારવીયા ઉપસ્થિત રહીને સરકાર સામે આક્રોશ વ્યકત કર્યો હતો.

આ આંદોલનમાં ટંકારા, પડધરીના કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઇ કગથરા, મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમભાઇ સહિતના પણ જોડાશે.

કોંગ્રેસના ધારાસભ્યો લલીતભાઇ વસોયા, હર્ષદભાઇ રીબડીયા, ચિરાગભાઇ કાલરીયા, પ્રવિણભાઇ મુછડીયા, વલ્લભભાઇ ધારવીયા સહિતનાએ જણાવ્યું હતું કે તા.૧ ફેબ્રુઆરીથી આંદોલનાત્મક કાર્યક્રમોના શ્રીગણેશ થશે.

જયારે તા. ર થી ૬ સમગ્ર સૌરાષ્ટ્રમાં મામલતદાર કચેરીએ ધરણા અને આવેદનપત્રો પાઠવાશે. તા.૭ ફેબ્રુઆરીના તમામ તાલુકા મથકોએ મામલતદાર તેમજ પ્રાંત અધિકારોની કચેરીઓને તાળાબંધી કરીને આક્રોશ વ્યકત કરાશે.

કોંગ્રેસના ધારાસભ્યોએ જણાવ્યું કે સૌરાષ્ટ્રના ખેડુતોને પાક વિમો સિંચાઇ ખેત નિપજના વળતરદાયક ભાવો ન મળતા ખેડુતોમાં પ્રવર્તતા અજંપાને લોકવાચા આપવા તેમજ ખેડુતોના હક્કની હિફાજન કરવા માટે સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ભાજપની રાજય અને કેન્દ્ર સરકાર સામે ખેડુતોના હક્કની માંગણી કરવામાં આવે છેજો સમયમર્યાદામાં આ માંગણી સ્વીકારવામાં ભાજપની ગુજરાત અને કેન્દ્રની સરકાર નિષ્ફળ જશે તોતે સામે રણશીંગુ ફુંકી તબકકાવાર આંદોલનનું આયોજન કરી ખેડુતોના પ્રાણપ્રશ્નો માટે ઉગ્ર લડત આપવામાં આવશે.

ખેડુતો માટેની માંગણીઓમાં પાકવિમો કપાસનો પાક વિમો, મગફળીનો પાક વિમો પ્રધાનમંત્રી કૃષિ ફસલ વિમા યોજનાના રૂપકડા નામે હેઠળ જુની પાક વિમા યોજનાની સરખામણીએ વ્યવહારૂ અમલમાં અડચણો ઉભી થઇ છે.

જેમા દરેક ગામને યુનિટ ગણી, પ્રત્યેક ગામે કે, પ કટીંગના ૬ નમુના લેવાનું ધોરણ કૃષિ અધિકારીની અછતને લીધે શકય ન બનતા ખેડુતોને પાકવિમા માટેના પ્રાથમિક સર્વેક્ષણમાં અન્યાય મહેસાણાની કેડીએમ નામની ખાનગી એજન્સીને જે કામગીરી સોંપેલ છે તેમાં લાયકાત મુજબના સ્ટાફના અભાવે જરૂરી કામગીરી સમય મર્યાદામાં કરવામાં નિષ્ફળતા મુખ્યમંત્રીશ્રીની જામકંડોરણા ખાતેની જન્માષ્ટમી પહેલા પાક વિમો ચુકવવાની જાહેરાતને નિષ્ફળતા મળી છ.ે

આ ઉપરાંત નર્મદાની સૌરાષ્ટ્ર બ્રાંચની ધ્રાંગધ્રા-હળવદ, મોરબી, માળીયા, બ્રાંચ કેનલમાંથી ખેડુતોને સિંચાઇ માટે અપાતું પાણી અનિયમિત અપાય છે. લોપ્રેસરથી અપાયછે. વારાબંધી મુજબ પાણી ન આપીને ખેડુતોને અન્યાય કરાય છે. તે સ્થિતિ નિવારી જગતના તાત ખેડુતોને સિંચાઇનું હકનું પાણી સમયસર મળે અને ભાજપ સરકાર તરફથી રખાતી કિન્નાખોરી બં કરાય તેમ કરાવવા માંગણી કરવામાં આવે છે.

ખેડુતોને કપાસ, મગફળી અને કઠોળ જેવી ખેત નિપજના વળતર દાયક ભાવો ન મળતા ખેડુતોમાં અજંપો પ્રવર્તે છ.ે ગુજરાત સરકારે મોટા ઉપાડે ખેડુતોની મગફળી ટેકાના ભાવમાં રૂ.૧૦૦નું બેનર આપીને ખરીદવાની લાભ પાંચથી શરૂઆત કરેલ પણ મગફળીના રપ લાખ ટન બમ્પર ઉત્પાદન સામે માર ૮ લાખ ટન મગફળીની ખરીદી કરી રહી તો બાકીના ૧પ લાખ ટન મગફળી બાબતે ગુજરાત સરકાર શું વિચારે છ.ેતે ફોડ આપવો જોઇએ સાથોસાથ હાલ મગફળીની ખરીદીમા કેન્દ્રો આપવામાં ખરીદ પ્રક્રિયામાં  વિસંગતતા અને ચુકવામાં વિલંબતા જોવા મળે છે તે નિવારવી જરૂરી છ.ે

જો ઉપરોકત બાબતે સમયસર ભાજપની રાજય અને કેન્દ્ર સરકાર ખેડુતોને ન્યાય નહિ આપે તો ખેડુતોના પ્રશ્નો કોંગ્રેસના ધારાસભ્યો શેરીઓમાં લઇ જશે તેવો આક્રોશ સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો છ.ે

''અકિલા'' કાર્યાલયે ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઇ ડાંગર, કારોબારી ચેરમેન જયદેવસિંહ વાળા, તાલુકા પંચાયત સદસ્ય દેવસીભાઇ સુવા, રાજકોટ જીલ્લા પાસ કન્વીનર બ્રિજેશ પટેલ, દિવ્યેશભાઇ કોરાટ ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નો ઉકેલવાની માંગણી સાથે ફેબ્રુઆરી મહિનામાં આંદોલનાત્મક કાર્યક્રમો અપાશે જેની માહિતી પત્રકાર પરિષદમાં આજે કોંગ્રેસના ધારાસભ્ય લલીતભાઈ વસોયા, હર્ષદભાઈ રીબડીયા, બ્રીજેશભાઈ મેરજા, લલીતભાઈ કગથરા, પ્રવિણભાઈ મુછડીયા, ચિરાગભાઈ કાલરીયા સહિતનાએ વિગતો આપી હતી. તસ્વીરમાં કોંગ્રેસના ધારાસભ્યો નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

વિજળીના વાંકે શિયાળુ પાક નિષ્ફળઃ ચિરાગ કાલરીયા

રાજકોટ : જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયાએ જણાવ્યું કે, ચૂંટણી પહેલા ૧૬ કલાક વિજળી આપવાના વચનો આપતા હતા હાલમાંં ૮ કલાક પણ પુરતી વિજળી મળતી નથી. વિજ ચેકીંગ કરીને ભાજપ દ્વારા ભય બતાવાયછે. અપુરતી વિજળીથી શિયાળુ પાક ચણા, જીરૂ, ઘઉં નિષ્ફળ જશે. તેમ અંતમાં ચિરાગભાઇ કાલરીયાએ જણાવ્યું હતું.

પીજીવીસીએલનો ઉપયોગ કરીને ખેડૂતોને દબાવવા પ્રયાસઃ પ્રવિણ મુછડીયા

રાજકોટઃ કોંગ્રેસ દ્વારા આંદોલનનુ રણશીંગુ ફુકયું છે ત્યારે કાલાવડના કોંગ્રેસના ધારાસભ્ય પ્રવિણભાઇ મુછડીયાએ ''અકિલા''ને જણાવ્યું  હતું કે સરકાર વહાલા-દવલાની નિતી રાખે છે અને કાલાવડ બેઠક ઉપર ૪ર વર્ષથી ભાજપનું શાસન હતું તે ગુમાવતા સતાધારી ભાજપ પક્ષ પીજીવીસીએલનો ઉપયોગ કરીને વિજ ચેકીંગના નામે ખેડુતો અને સામાન્ય નાગરીકોને દબાવવાનો પ્રયાસ કરીને અયોગ્ય કામગીરી કરાય છ.ે પ્રવિણભાઇ મુછડીયાએ વધુમાં જણાવ્યું હતું કે પોતાને રહેવા માટે આશરો મળે તે માટેમકાનો બનાવે છે.પરંતુ નીકાવા નજીકના રાજડા ગામમાં ડિમોલીશન કામગીરી કરવાની હતી. પરંતુ લોકોના હિતમાં અમે મામલતદાર પાસે મુદત માંગતા આ કામગીરી અટકાવી છે

સરકારની માનસિકતા પુરેપુરી ખેડુતો વિરોધીઃ લલીત વસોયા

રાજકોટ : ધોરાજી, ઉપલેટાના ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ ''અકિલા''ને જણાવ્યું હતું કે કપાસ, પાકવિમા સહિતના પ્રશ્ને ખેડુતોના હાલ-બેહાલ થયા છ.ે

અને કેન્દ્ર તથા રાજય સરકારની ખેડુત વિરોધી માનસિકતા છે. લલીતભાઇ વસોયાએ વધુમાં જણાવ્યું કે હજુ પણ ૬પ થી ૭૦ ટકા મગફળી ખરીદવાના બાકીછે. અને સરકારી આંકડા ખોટા આવે છે.

લલીતભાઇ વસોયાએ જણાવ્યું કે, સામાન્ય ખેડુતોને મુશ્કેલી પડી રહી છ.ે અને વગદાર ખેડુતોની મગફળીની ખરીદી થઇ જાય છે.આવા અનેક પ્રશ્નો સામે લલીતભાઇ વસોયાએ ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

(4:11 pm IST)