Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ગાંધીગ્રામના શ્યામનગરમાં કડવા પટેલ મહિલા અને બાવાજી મહિલા લાંબા સમયથી કૂટણખાનુ ચલાવતી'તી

પોલીસે મનિષા મોટકા (ઉ.૫૫), મંજુલા હરિયાણી (ઉ.૫૦) તથા મજો કરવા આવેલા હર્ષિલ કારીયા, મનિષ ચોૈહાણ, હર્ષદ વાડોલીયા અને રફિક જૂણેજાને દબોચ્યાઃ લલનાને સાહેદ બનાવાઇઃ તેને રૂ. ૩૦૦ ચુકવી બીજા ૩૦૦ મનિષા રાખી લેતી : કોન્ડોમ, ૬ મોબાઇલ ફોન, રોકડ મળી રૂ. ૧૯૨૪૦ની મત્તા કબ્જે

રાજકોટ તા. ૧૬: ગાંધીગ્રામના શ્યામનગરમાં પટેલ અને બાવાજી  મહિલાએ ઘરમાં કૂટણખાનુ ચાલુ કર્યાની માહિતી પરથી ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી આ મહિલાઓ તથા લલનાઓ પાસે મજો-મજો કરવા આવેલા ચાર શખ્સોને દબોચી લીધા છે. રહેણાંક વિસ્તારમાંથી આવા ગોરખધંધા ઝડપાતાં ચકચાર મચી ગઇ છે. આ બંને મહિલા લાંબા સમયથી આવા ગોરખધંધા કરતી હતી.

ગાંધીગ્રામ પોલીસે શ્યામનગર-૧માં રહેતી મનિષા ચંદુભાઇ મોટકા (પટેલ) (ઉ.૫૫), મંજુલા ભાસ્કરભાઇ હરિયાણી (બાવાજી) (ઉ.૫૦-રહે. રણુજા મંદિર પાછળ સોમનાથ સોસાયટી-૪) તથા કૂટણખાનામાં ગ્રાહક તરીકે આવેલા હર્ષિલ ભરતભાઇ કારીયા (લોહાણા) (ઉ.૨૭-રહે. અવધ રોડ, કણકોટના પાટીયે આર-૨૦૨), મનિષ મુકુંદભાઇ ચોૈહાણ (રજપૂત) (ઉ.૨૭), હર્ષદ ધીરજલાલ વાડોલીયા (પ્રજાપતિ) (ઉ.૪૫-રહે. શ્રીનાથજી સોસાયટી-૧, મવડી રોડ) તથા રફિક બાબુભાઇ જૂણેજા (મુસ્લિમ) (ઉ.૪૭-રહે. પુનિતનગર હા. કવાર્ટર નં. ૯૧૨) સામે પી.આઇ. એચ. આર. ભાટુની ફરિયાદ પરથી ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ ૧૯૫૬ની કલમ ૩, ૪, ૫, ૬ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

શ્રી ભાટુએ જણાવ્યા મુજબ અમે ગઇકાલે ફરજ પર હતાં ત્યારે કન્ટ્રોલ રૃમ તરફથી માહિતી મળી હતી કે શ્યામનગર-૧માં રહેતી મનિષા પટેલ ઘરમાં કૂટણખાનુ ચલાવે છે. તેના આધારે અમે પી.એસ.આઇ. એન. બી. ડાંગર, એએસઆઇ મહેશભાઇ લુવા, કોન્સ. ભગીરથસિંહ, કૃષ્ણસિંહ, મહિલા સામાજીક કાર્યકર ચારૃબેન તથા પંચો અને ડમી ગ્રાહકને લઇને મનિષાના ઘરે પહોંચ્યા હતાં.

ગ્રાહકને રૂ. ૧૮૦૦ આપીને મોકલતાં તે અંદર ગયાની દસેક મિનીટ બાદ અમે ગયા હતાં. મહિલાને નામ પુછતાં મનિષા ચંદુભાઇ મોટકા (કડવા પટેલ) જણાવ્યું હતું. આ મહિલાના ઘરમાં પ્રવેશતા ફળીયામાં આવેલા રૃમમાં તપાસ કરતાં ત્રણ પુરૃષો હાજર હતાં અને બીજા રૃમમાં બે પુરૃષો અને બે સ્ત્રીઓ કઢંગી હાલતમાં જોવા મળ્યા હતાં. તેને સ્વસ્થ કરાવી પુછતાછ કરતાં પોતાના નામો અને સરનામા જણાવ્યા હતાં. આ લોકો પાસેથી કોન્ડોમ, છ મોબાઇલ ફોન, રોકડા રૂ. ૮૭૪૦ મળી કુલ રૂ. ૧૯૨૪૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

૨૫ વર્ષની એક મુસ્લિમ યુવતિ જે રાજકોટમાં જ રહે છે તે પણ રૃમમાં હોઇ તેની પુછતાછ કરતાં તેણીએ કહેલ કે પોતે મંજુલા પટેલ પાસે આવતી હોઇ તેણી એક પુરૃષ સાથે શરીર સંબંધ બાંધવાના પોતાને રૂ. ૩૦૦ આપતી હતી. જ્યારે મનિષા ગ્રાહકો પાસેથી રૂ. ૬૦૦ વસુલતી હતી. તપાસ થતાં તે અને  મંજુલા હરિયાણી સાથે મળી આર્થિક જરૃરિયાત માટે પોતાના ઘરમાં કૂટણખાનુ ચલાવતી હોવાનું ખુલતાં ગુનો નોંધી આ બંને મહિલા તથા ચાર ગ્રાહકોની ધરપકડ કરાઇ હતી. જ્યારે એક યુવતિને સાહેદ બનાવાઇ હતી. બનાવની જાણ થતાં એસીપી હર્ષદ મહેતાએ પણ આરોપીઓની પુછતાછ કરી હતી. પકડાયેલાઓમાં હર્ષિલ છૂટક વેપાર, મનિષ સિકયુરીટીનું કામ, હર્ષદ કલર કામ અને રફિક પણ કલર કામ કરે છે.

પોલીસ કન્ટ્રોલ રૃમની બાતમી પરથી કાર્યવાહી

. રહેણાંક વિસ્તારમાં કૂટણખાનુ ચાલુ થયાની બાતમી પોલીસ કન્ટ્રોલ રૃમના ઇન્ચાર્જ જે. કે. જાડેજા, મદદનીશ બિપીન પટેલ, પ્રદિપભાઇ ગઢવી અને કૃણાલ ચોૈહાણને મળી હતી.

(4:50 pm IST)