Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

રાજકોટ કોમોડીટી એક્ષ્ચેંજ સહિત બેની એકઝીટ થવાની મંજુરી આપી સેબીએ

એક્ષ્ચેન્જમાં એરંડા વાયદાનું વોલ્યુમ ર વર્ષ સુધી કુલ વોલ્યુમના પ ટકા હિસ્સો જાળવી ન શકયું

મુંબઇ, તા. ૧૯ : કોમોડિટી એકસચેન્જનું નિયંત્રણ સિકયોરીટી એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (એસઇબીઆઇ-સેબી) પાસે આવ્યા બાદ સેબીએ નેટવર્થના નિયમોમાં બદલાવ કર્યો હોવાથી એક પછી એક ક્ષેત્રીયછ લેવલના કોમોડિટી એકસચેન્જો બંધ થઇ રહ્યા છે અને રાષ્ટ્રીય એકસચેન્જોને પ્રોત્સાહન મળી રહ્યું છે. સેબીએ રાજકોટ કોમોડિટી એકસચેન્જ અને કોચીના મરીના એકસચેન્જને પણ અકિઝટ થવાની સત્તાવાર મંજુરી આપી હતી.

કોચી સ્થિત ઇન્ડિયા પેપર અને સ્પાઇસ ટ્રેડ એસોસિએશનમાં મરીનો વાયદો ચાલતો હતો, જયારે રાજકોટ કોમોડિટી એકસચેન્જમાં એરંડાનો વાયદો ચાલતો હતો. રાજકોટ એકસચેન્જમાં ડીસેમ્બર ર૦૧૬થી વાયદો બંધ હતો અને કોચીના એકસચેન્જમાં એપ્રિલ ર૦૧૬થી ટ્રેડીંગ બંધ હતું.

સેબીએ એકિઝટ વિશેનું કારણ જણાવતા કહ્યું હતું કે, રાજકોટ કોમોડિટી એકસચેન્જમાં એરંડા વાયદાનું વોલ્યુમ સતત બે વર્ષ સુધી દેશના કુલ વોલ્યુમમાં પાંચ ટકા બજાર હિસ્સો જાળવી શકયું નથી અને છેલ્લા થોડા સમય દરમ્યાન એકસચેન્જના હિત સંદર્ભમાં એકપણ પ્રતિનિધિ કે કોઇ સંસ્થાએ રસ દાખવ્યો નથી, પરિણામે એને એકિઝટવ થવાની મંજૂરી આપવામાં આવે છે. જયારે મરીના એકસચેન્જમાં છેલ્લા ૧ર મહિના દરમ્યાન ટ્રેડીંગ ન થયું હોવાથી એકઝીટની મંજુરી આપી છે. ઉલ્લેખનીય છે કે સેબીના નવા નિયમ પ્રમાણે કોઇ પણ ક્ષેત્રીય એકસચેન્જ હાલમાં ચાલુ નથી અને આગામી વર્ષથી સ્ટોક એકસચેન્જને પણ કોમોડિટી વાયદા ચાલુ કરવાની મંજૂરી આપી દીધી છે, પરિણામે હવે ક્ષેત્રીય એકસચેન્જો ચાલુ રહે એવા કોઇ સંજોગ બન્યા નથી. (૮.૪)

(9:52 am IST)