Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

પરીક્ષા લેવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફી 'ઢ': બી.એડ્.માં એકને બદલે બીજુ પ્રશ્નપત્ર આપી દેતા હોબાળોઃ દોડધામ

રાજકોટ, તા. ૧૫ :. પરીક્ષામાં બેફામ ચોરી, પુનઃમૂલ્યાંકનમાં લાગવગીયા છાત્રોને વધુ માર્ક સહિત અનેક બદીઓથી ખદબદતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગે આજે ગંભીર ભૂલ કરી છે. આ ભૂલને છાવરવા કુલપતિ ચૌહાણ અને નિયામક અમિત પારેખ સહિતનાઓએ દોડધામ કરી છે.

જાણવા મળતી વિગતો મુજબ આજે બી.એડ્. સેમેસ્ટર-૧ માં એકાઉન્ટસ મેથડનું પ્રશ્નપત્ર હતુ પરંતુ પરીક્ષા વિભાગે મેથડને બદલે એકાઉન્ટસ કન્ટેન્ટનુ પ્રશ્નપત્ર ધાબડી દેતા પરીક્ષાર્થીઓમાં દેકારો મચી ગયો હતો.
પરીક્ષા વિભાગના છબરડા સામે કોલેજ સંચાલકો અને વિદ્યાર્થીઓએ રજુઆત કરતા આખરે પ્રશ્નપત્ર બદલી મેથડનું પ્રશ્નપત્ર આપવાની ફરજ પડી હતી. ૭૫૦ વિદ્યાર્થીઓ પરીક્ષાના  છબરડાનો   ભોગ   બન્યા  છે.

(4:07 pm IST)