Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

બે વર્ષમાં રાજકોટનો સર્વાંગી વિકાસઃ પદાધિકારીઓ

ઓવરબ્રીજ, નર્મદાનીર અવતરણ, નવા ફિલ્ટર પ્લાન્ટ અને દિવાળી ફેસ્ટીવલ - ફલાવર શો સિમાચિન્હરૂપઃ ઉપાધ્યાય, પટેલ, શાહ, રૈયાણી, અઘેરાનો ખોખારો

રાજકોટ તા. ૧૫ : ગત ૧૪ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ કોર્પોરેશનમાં ભાજપ શાસનની ટર્મનું પ્રથમ જનરલ બોર્ડ મળ્યું હતું. જેમાં  મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાશકપક્ષનેતા અરવિંદભાઈ રૈયાણી અને દંડક રાજુભાઈ અઘેરાની નિમણુંકો થયેલ. આ પદાધિકારીઓએ કોર્પો.માં ધુરા સંભાળ્યાને બે વર્ષ થયા છે. તેઓએ બે વર્ષના સમયગાળામાં રાજકોટમાં શ્રેણીબધ્ધ વિકાસકાર્યો હાથ ધરી વિકાસ પ્રક્રિયાને આગળ ધપાવી છે. રાજકોટ શહેરની પ્રગતિની દેશ વિદેશમાં નોંધ લેવાઈ રહી છે. મહાપાલિકાને રાજય અને કેન્દ્ર સરકારની સત્ત્।ત મદદ મળતી રહેતા તંત્ર અને લોકોને ખુબ ફાયદો થયો છે.

આ ડો. જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું. ભાજપના શાસનકાળમાં મોર્ડન રાજકોટનો પાયો નંખાયા બાદ હવે ઙ્કસ્માર્ટ રાજકોટઙ્ખનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે ભાજપ સંકલ્પબધ્ધ છે. વિકાસ પ્રક્રિયામાં સંવેદનશીલતા સાથે શહેરના છેવાડા સુધીના તમામ નાગરિકોને આવરી લેતા સર્વસમાવેશક આયોજનને સર્વગ્રાહી બનાવવાનો પ્રયાસ કરાયો છે.

પાણી માટે વિવિધ પ્રોજેકટ

શહેરમાં પાણીનું સુવ્યવસ્થીત આયોજન માટે બેડી પાસે રૂ.૧૬.૯૩ કરોડના ખર્ચે ૫૦ એમ.એલ.ડી. ક્ષમતાનો ફિલ્ટર પ્લાન પમ્પીંગ સ્ટેશન તથા ESR-GSRનું લોકાર્પણ. રૂ.૪૦૪૭ કરોડના ખર્ચે આજી ફિલ્ટર પ્લાન્ટ ખાતે ESR-GSR બનાવવામાં આવેલ છે.

એક ઝોન થી બીજા ઝોનમાં પાણી લઇ જવા માટે એકસપ્રેસ ફીડર લાઈનનું લોકાર્પણ.  કરોડોના ખર્ચે જુદા જુદા વિસ્તારોમાં ડી.આઈ. પાઈપ લાઈન નાખવામાં આવેલ છે અને ઘણા વિસ્તાઓમાં કામગીરી ચાલુ છે. ગત ઉનાળામાં રાજકોટ શહેરના લોકલ જળાશય આજી-૧ તથા ન્યારી-૧ સંપૂર્ણ ખાલી હતા અને શહેર માટે પાણીનો ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ હતો જે અંગે સરકારશ્રીમાં રજૂઆત કરતાં, પાણીના આ પ્રશ્ને ગંભીરતાથી લઇ એક પળનો પણ વિલંબ કર્યા વગર પાણી પુરવઠા મંત્રી પાણી પુરવઠા, શ્રમ અને રોજગાર વિભાગના માન.મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ત્વરિત પગલા લઈને રાજકોટ શહેર માટે હડાળા પમ્પીંગ સ્ટેશનનું કામ યુદ્ઘના ધોરણે માત્ર ૩૦ દિવસમાં પૂર્ણ કરીને રાજકોટ શહેરને પાણી કાપમાંથી ઉગારી લીધેલ છે.

રમત-ગમતને પ્રોત્સાહન માટે

શહેરમાં રમત - ગમત પ્રત્યે લોકોમાં રૂચી વધારવા રૂ.૬ કરોડના ખર્ચે અદ્યતન એથ્લેટિક ટ્રેક બનાવવામાં આવેલ છે.

રૂ.૨૦૦ લાખના ખર્ચે ૬ નવા ટેનીસ કોર્ટનું લોકાર્પણ. રૂ.૨૦૮૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલ મલ્ટી એકટીવીટી સેન્ટર(ફોર વીમેન)નું લોકાર્પણ કરવામાં આવેલ.  રૂ.૨૫ લાખના ખર્ચે યોગા સેન્ટર બનાવવામાં આવેલ. રૂ.૩૪ લાખના ખર્ચે સ્કેટિંગ રીંગ બનાવવામાં આવેલ. રૂ.૫૦૫૦ કરોડના ખર્ચે અદ્યતન હોકી ગ્રાઉન્ડ બનાવવામાં આવેલ. રેસકોર્ષ સંકુલ ખાતે બાસ્કેટ કોર્ટ-૨ બનાવવામાં આવેલ. વોર્ડ નં.૯ માં મહિલા સ્વીમીંગપુલ બનાવવાની કામગીરી ચાલુ છે.

આવાસ યોજના

ગરીબ અને મધ્યમવર્ગના લોકોનું ઘરના ઘરનું  સ્વપ્ન સાકાર થાય તેવા શુભ હેતુથી વોર્ડ નં.૩ માં કિટ્ટીપરા રી-ડેવલપમેન્ટ હેઠળ રૂ.૧૪ કરોડના ખર્ચે ૩૦૪ આવસો બનાવવામાં આવેલ છે. વોર્ડ નં.૩ માં વાલ્મિકી વાડી પાસે રૂ.૮૦૮૫ કરોડના ખર્ચે સફાઈ કામદારો માટેની આવાસ બનાવી લોકાર્પણ કરવામાં આવેલ.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મવડી ખાતે ૧૧૭૬ આવાસોની કામગીરી ચાલી રહેલ છે. ભરતનગર ઝુપડપટ્ટીની જગ્યાએ આશરે રૂ.૧૪ કરોડના ખર્ચે ૧૦૦ આવાસો બનાવી તેની લાભાર્થીઓને વિના મુલ્યે ફાળવવામાં આવેલ છે.

ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે

શહેરના ટ્રાફિક સમસ્યા હલ કરવા વિવિધ વિસ્તારોમાં બ્રિજ બનાવવામાં આવ્યા છે . જેમાં કાલાવડ રોડને જોડતા અંબિકા ટાઉનશીપ રોડ પર હાઈલેવલ બ્રીજ બનાવવામાં આવેલ છે. રેલનગર અન્ડરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવેલ. મોરબી રોડ રેલ્વે ક્રોસીંગ પર ઓવરબ્રીજ બનાવવામાં આવેલ છે.  રૈયા/મવડી ચોકડી ખાતે ફલાયઓવર બ્રિજની કામગીરી ચાલુ છે.   રૂ.૩૦૨૫ કરોડના ખર્ચે ચુનારાવાડની હૈયાત બેઠાપુલની બાજુમાં હાઈ લેવલ બ્રીજ બનાવવાની કામગીરી ચાલુ છે.

સાંસ્કૃતિક કાર્યક્રમો માટે 

રાજકોટમાં પ્રથમ વખત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વોર્ડ નં.૯ માં અદ્યતન ઓડીટોરીયમ, નવા થોરાળા ખાતે કોમ્યુનીટી હોલનું લોકાર્પણ કરવામાં આવેલ.  પ્રથમ વખત હેકેથોન-૨૦૧૭ યોજવામાં આવેલ., રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસની સાથો સાથ શહેરના રમતવીરો માટે પ્રથમ વખત સ્પોર્ટસ ફિએસ્ટાનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાયેલ ફલાવર શો માં ૫૦ થી વધુ ફલાવર સ્કલ્પચર તથા દેશ વિદેશના રંગ-બેરંગી ફૂલો, ફૂલ છોડ વિગેરેનું પ્રદર્શન વેચાણ કરવામાં આવ્યું હતું.  અદભુત.. અકલ્પનીય... અવર્ણનીય અને યાદગાર... ભારતની સૌથી મોટી અને નંબર ૧ મેરેથોનને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ફલેગ ઓફ કરાવ્યું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળી તહેવારો અંતર્ગત પ્રથમ વખત દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવેલ જેમાં રેસકોર્ષ રીંગરોડને રોશનીથી શણગારી લેઝર શો તથા કાર્નિવાલ શો તેમજ ધનતેરસના દિવસે ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવેલ. ૫૦ કી.મી.ની સાઈકલોફીન યોજવામાં આવેલ. ઓર્ગેનિક વેસ્ટમાંથી ખાતર બનાવવાનો પ્લાન્ટ બનાવવામાં આવેલ.

નગરજનોને સરકારી યોજનાનો ઘર આંગણે લાભ મળે તેવા હેતુથી ત્રણ તબક્કામાં સેવાસેતુ કાર્યક્રમો યોજાયા. વોર્ડ નં.૧૫માં બાયોમીથેનેશન ગેસ પ્લાન્ટ બનાવવામાં આવેલ. માધાપર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી ચાલુ છે. ગ્લોબલ અર્થ અવર્સ સિટી ચેલેન્જમાં રાજકોટને નેશનલ અર્થ અવર કેપિટલ-૨૦૧૬ જાહેર કરેલ છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ રાજકોટ શહેરએ ૭મું સ્થાન પ્રાપ્ત કરેલ છે. છેલ્લા બે વર્ષમાં જુદી જુદી કામગીરી અંતર્ગત એક ડઝનથી વધુ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. રાજકોટ શહેરને સ્માર્ટ સિટી તરીકે પસંદગી કરવામાં આવેલ છે.

આ ઉપરાંત જુદી જુદી આંગણવાડીઓ, ડી.આઈ પાઈપ લાઈન, નવા બગીચાઓ, રાષ્ટ્રીય પર્વની ઉજવણી સમયે ખ્યાતનામ સિંગરો દ્વારા સંગીત સંધ્યા, ઘનિષ્ઠ વૃક્ષારોપણ, કોમ્યુનીટી હોલ, નવી સ્કૂલોના બિલ્ડીંગો, ડોર મેટ્રી વિગેરે અનેક વિકાસ કામો કરવામાં આવેલ છે. તેમ મેયર સહિતના પદાધિકારીઓએ જણાવ્યું હતું.

(4:07 pm IST)