Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

લગ્નમાં મહિલાઓ વચ્ચે જરાપણ ડર વગર ઘુસી જતો હતો ઉઠાવગીર...

ક્રાઇમ બ્રાંચે લગ્ન સમારંભમાં ઘુસી જઇ ચોરી કરતી ટોળકીના યુવાન, મહિલા અને એક સગીરને રાજસ્થાનથી ઝડપી લીધા છે. પોલીસ પાસે શકમંદોના વિડીયો ફૂટેજ હતાં તેના આધારે રાજસ્થાન અલવર ખાતેથી આ ટોળકીને પકડવામાં સફળતા મળી છે. ટોળકીનો સાગ્રીત અને સાથેનો ટેણીયો ગમે તેના લગ્નમાં ઠાઠ-માઠ સજી નવા કપડા, બૂટ પહેરી તેમજ લેટેસ્ટ હેરસ્ટાઇલવાળો લૂક ધારણ કરી કોઇપણ જાતના ભય વગર ઘુસી જતાં હતાં અને મોટે ભાગે મહિલાઓની આસપાસ જ રહેતાં હતાં. દાગીના જે મહિલાની પાસે હોઇ તેની આસપાસ જ બેઠક શોધી લેતા અને તક મળતાં જ દાગીનાની થેલી ઉઠાવી લેતાં હતાં. તસ્વીરોમાં મહિલાઓની વચ્ચે ગઠીયો તથા જાનૈયાઓ વચ્ચે મહેમાન બની બેઠેલો ટેણીયો સાગ્રીત જોઇ શકાય છે

(4:07 pm IST)