Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

મહાપાલિકા આપશે ‘સ્‍વચ્‍છ હોટલ'નો ખિતાબ

હોટલોમાં સ્‍વચ્‍છતાનું સર્વેક્ષણ કરી શ્રેષ્‍ઠ હોટલને રેન્‍કીંગ અપાશેઃ બંછાનિધી પાની

રાજકોટ તા. ૧૫ : ‘સ્‍વચ્‍છ ભારત મિશન' અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્‍વચ્‍છતાને ધ્‍યાને લઈને રાજકોટની હોટલોમાં સ્‍વછતાના માપદંડ જળવાય છે કે કેમ તેનું મૂલ્‍યાંકન લારી શ્રેષ્ઠ હોટેલને રેન્‍કિંગ આપવામાં આવશે તેમ મ્‍યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્‍યું હતું.

શહેરની તમામ હોટલોમાંથી સૌથી શ્રેષ્ઠ સ્‍વચ્‍છ હોટલ રેન્‍કિંગ આપવા માટે  સ્‍વછતા અને સફાઈ સંબંધિત કેટલાક પેરામીટર્સમાં ધ્‍યાને રાખવામાં આવશે. જેમાં હોટલોમાં ભીનો કચરો અને સુકો કચરો અલગ રાખવો, હોટલની આજુબાજુ કચરો ફેંકવામાં આવે છે કે કેમ, હોટલોમાં ટોઇલેટ સ્‍વચ્‍છ રાખવા અને ટોઈલેટમાં તમામ સુવિધાઓ વ્‍યવસ્‍થિત રાખવી,  હોટલના કિચન સ્‍વચ્‍છ છે કે કેમ, મોટી હોટલોમાં ભેગો થતો બલ્‍ક વેસ્‍ટનું ઓનસાઈટ જ પ્રોસેસ થાય છે કે કેમ, વિગેરે બાબતોને ધ્‍યાનમાં લેવામાં આવશે. સ્‍વછતાના માપદંડ નક્કી કરવામાં આવ્‍યા છે.

(3:51 pm IST)