Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

કાલથી યમુનાજી સર્વસ્વ સત્સંગ મહોત્સવનો પ્રારંભ

૧પ૦ ફુટ રીંગ રોડ પર શ્રી ઠકુરાણી ઘાટ ખાતે યમુનાજીના ૪૧ પદોનું થશે રસપાનઃ આચાર્યપદે શ્રી અક્ષયકુમારજી મહારાજ બીરાજી જ્ઞાનવાણી વહાવશેઃ દરરોજ વિવિધ કાર્યક્રમોઃ ધર્મપ્રેમીજનોને કૃષ્ણાશ્રય હવેલી દ્વારા જાહેર અનુરોધ

રાજકોટ, તા., ૧૫: પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજી-શ્રી ગુંસાઇના પ્રાગટયોત્સવના ઉપલક્ષમાં નિ.લી.પૂ.પા.ગો. ૧૦૮ શ્રી કનૈયાલાલજી મહારાજશ્રીના આશીર્વાદથી યુવા વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. ૧૦૮ શ્રી અભિષેક કુમારજી મહારાજ શ્રીની અધ્યક્ષતામાં શ્રી કૃષ્ણાશ્રય હવેલી, શ્રી કનૈયાલાલજી મહારાજશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી ઠકુરાણી ઘાટ ૧પ૦ ફુટ રીંગ રોડ, બાલાજી હોલ પાછળના માર્ગ ઉપરના વિશાળ મેદાનમાં તા.૧૬ થી ર૦ પાંચ દિવસ દરમ્યાન દરરોજ બપોરે ૩ થી સાંજે ૬.૩૦ સુધી શ્રી યમુના સર્વસ્વ સત્સંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આચાર્ય પીઠેથી વિદ્વાન વકતા યુવા વૈષ્ણવાચાર્ય પૂ. પા.ગો. ૧૦૮ શ્રી અક્ષયકુમારજી મહારાજશ્રી બીરાજી શ્રોતાઓને રસપાન કરાવશે. શ્રી યમુનાજીના ૪૧ પદ આધારીત આ દિવ્ય સત્સંગનો લાભ લેવા વૈષ્ણવ સૃષ્ટિ અને ભાવીકજનોને જાહેર સદભાવ આમંત્રણ પાઠવાયંુ છે.

પંચ દિવસીય અલૌકીક સત્સંગ દરમ્યાન દરરોજ સવારે માનવ સેવાના ભાગરૂપે રકતદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, આયુર્વેદીક ઉપચાર કેમ્પના સાર્વજનીક વિનામુલ્યે આયોજનો છે.

કાલે તા.૧૬ શનિવારે સત્સંગના પ્રથમ દિવસે સવારે ૧૦-૩૦ થી ૧૨ આયુર્વેદીક ઉપચાર કેમ્પનું આયોજન છે. બપોરે ૩ થી સાંજે ૬.૩૦ શ્રી યમુનાજીના ૪૧ પદના સત્સંગનું રસપાન અને રાત્રે કીર્તન સંમેલન છે. આવતીકાલ દ્વિતીય દિન રવિવાર તા.૧૭ના રોજ રાત્રે ૯ વાગ્યે ઢાઢીલીલાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

પાંચ દિવસના સત્સંગ દરમ્યાન રાજકોટમાં બિરાજતા વલ્લભકુળના આચાર્યોની ઉપસ્થિતિ સાથે વચનામૃતનો લાભ પણ દરેક વૈષ્ણવોને પ્રાપ્ત થશે. (૪.૧૦)

યમુનાજીના ૪પ પદોના ગાન, જાપથી શ્રી હરીમાં આશકિતનો આર્વિભાવ થાય

રાજકોટઃ પુષ્ટીમાર્ગમાં શ્રી યમુનાજીનું અનેરૂ મહાત્મય છે. શ્રીમદ વલ્લભાચાર્યજી એમના શ્રી 'યમુનાષ્ટક' ગ્રંથમાં શ્રી યમુનાજીના નામ સ્વરૂપનું દિવ્ય મહાત્મય બતાવીને ભગવદીયજનોને આજ્ઞા કરે છેકે, શ્રી યમુનાજીનું નામ લેવા માત્રથી જીવના સર્વ દોષો નિવૃત થાય છે. શ્યામ-શ્રીજી સુખની અનુભુતી થાય છે. શ્રી યમુનાજીના આવા અલૌકીક સ્વરૂપ નામ, ગુહા અને લીલાઓની પદ્ય અભિવ્યકિત શિરમોર ભગવદીયો અષ્ટસખાઓ દ્વારા કીર્તન સ્વરૂપે કરવામાં આવી છે. જેને વૈષ્ણવો શ્રી યમુનાજીના ૪૧ પદ રૂપે યાદ કરે છે. આ ૪૧ પદોના ગાન, જપથી શ્રી હરીમાં ઉતરોત્તર પ્રેમ અને આશકિતનો આવિર્ભાવ થાય છે. પ્રથમ આઠ પદોમાં પ્રેમ, આશકિત, વ્યસન અને ફલાનુભવનું રસપ્રદ વર્ણન છે. પ્રત્યેક પદનો આગળના પદ સાથે અનુસંધાનિક સંબંધ છે. શ્રી યમુનાજીના દિવ્ય ગુણો, નામ સ્મરણના મહિયાની પ્રેરણા આપતા આ ૪૧ પદોની સુંદર અને સુખદ અનુભુતી કરાવતી માળા છે. શ્રી  યમુનાજીના ૪૧ પદ અષ્ટસખાઓની હ્ય્દયોભિવ્યકિત છે.

(3:50 pm IST)