Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

‘‘સ્‍વચ્‍છ એપ'' ડાઉનલોડ સાથે સફાઇ પણ કરાવો....

ભુગર્ભ ગટરની નદીઓથી શહેરમાં ગંદકી યથાવત

છેલ્લા સપ્‍તાહમાં ભુગર્ભ ગટર છલકાવાની ૧૧ર૩, લાઇટીંગની ૭પ૧ તથા સફાઇની ૪પ૩ સહિત કુલ ૩પ૮૮ ફરીયાદ કોર્પોરેશનનાં કોલ સેન્‍ટરમાં નોંધાય

રાજકોટ, તા.,૧૫: કોર્પોરેશનનાં કોલ સેન્‍ટરમાં  છેલ્લા એક અઠવાડીયામાં ભુગર્ભ  ગટર  છલકાવાની ૧૧૨૩, લાઇટ-૭૫૧ તથા સફાઇ-૪૫૩ સહિતની ફરીયાદ નોંધાય છે. તંત્રનાં જણાવ્‍યા મુજબ કુલ ૩૫૮૮ ફરીયાદો માંથી ૨૧૨૨ ફરીયાદ ઉકેલવામાં આવી છે.

આ અંગે કોર્પોરેશનનાં કોલ સેન્‍ટરમાં તા.૬ થી તા.૧૩ સુધીમાં કુલ ૩પ૮૮ ફરીયાદ નોંધાઇ છે. તેમાં વિભાગ વાઇઝ નોંધાયેલ ફરીયાદનાં આંકડા આ મુજબ છે.

ડ્રેનેજની ફરીયાદ સૌથી વધુ

તંત્રના કોલ  સેન્‍ટરમાં  ડ્રેનેજની ૧૩૭૭ ફરીયાદ નોંધાય છે. જેમાં ગટર ઉભરાવાની ૧૧૨૩, ગટર ચોક અપની ૧૯૯, ડ્રેનેજ ગ્રાર્બેજ કલેકશનની ૫૫, ગટરનાં ઢાંકણાની ૮૮ તથા કુંડી રીપેરની ૬૧ ફરીયાદ નોંધાઇ  છે.

લાઇટીંગની ૭પ૧ ફરીયાદો

શહેરમાં ડ્રેનેજ બાદ લાઇટીંગની ૭પ૧ ફરીયાદ નોંધાઇ છે. જેમાં લાઇટ બંધની ૭ર૧, લાઇટ ચાલુ હોય તેવી ર૩ સહિત કુલ ૭પ૧ ફરીયાદ નોંધાઇ છે.

સફાઇમાં ધાંધીયા

કોર્પોરેશનના કોલ સેન્‍ટરમાં છેલ્લા સપ્તાહમાં સફાઇ બાબતની ૪પ૩ ફરીયાદ  લોકોએ નોંધાવી છે. જેમાં ગાર્બેજની ૧૯પ, સફાઇ ન થતી હોય તેવી ૭૬, કચરા પેટીની ૩૩ સહિત કુલ ૪પ૩ સમસ્‍યાઓ છે.

આ ઉપરાંત ઢોર પક્કડની ૧૪, સીટી બસની ૪૬, બાંધકામની ૮૪, કન્‍ઝરવન્‍સીની ૬૩, વેબસાઇટની ૧ તથા જગ્‍યા રોકાણની ૩૦ તથા પાણીની ર૩ર સહિત કુલ ૩૫૮૮ ફરીયાદ નોંધાઇ છે.

કોર્પોરેશનના કોલ સેન્‍ટરમાં કુલ ૩પ૮૮ ફરીયાદમાંથી ર૧રર પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્‍યો છે.

(3:49 pm IST)