Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

આઈએફજેડી દ્વારા ગ્રીનલીફ કલબ ખાતે રવિવારે હેરીટેજ ફેશન શોઃ મોડલ રેમ્પવોક કરશે

૮૫ વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ રાજયોમાં જઈ કપડા તૈયાર કરાયા

રાજકોટ, તા. ૧૫ : આ રવિવારે રાજકોટના ગ્રીન લીફ કલબ ખાતે  ફેશન ડીઝાઈન  સંસ્થા  આઈએફજેડી દ્વારા હેરિટેજ ફેફેશન શો નામ આપવામાં આવ્યું છે જેમાં મહારાણા અને મહારાણીના ઝાઝાળમાં કોસ્ચ્યુમને દેશની ટોચની મોડેલ દ્વારા રેમ્પ પર પ્રદર્શિત કરવામાં આવશે 

ફેશન ડીઝાઈન ઇન્સ્ટીટ્યુટ  તરીકે  ગણાતી  ઇન્સ્ટીટ્યુટ  ઓફ  ફેશન એન્ડ જવેલેરી ડીઝાઇનીંગ  દ્વારા પ્રસ્તુત થઇ રહેલા આ ફેશન શોમાં રાજકોટની ગ્રીન લિફ્ટ રિસોર્ટ્સ ખાતે ભવ્ય મહેલ ટાઇપનો સેટ પણ ઉભો કરવામાં આવ્યો છે

ઇન્સ્ટીટ્યુટ  ઓફ  ફેશન એન્ડ જવેલેરી ડીઝાઇનીંગના સી ઈ ઓ  બોસ્કી નથવાણી અને સિનેટર હેડ રાકેશ નથવાણીએ જણાવ્યું હતું કે આ ફેશન શોમાં કુલ ૧૨ સિકવન્સ રજુ કરવામાં આવશે  જેમાં ૧૮૫ થી વધારે વિદ્યાર્થીનીઓ દ્વારા  તૈયાર થયેલા અદ્દભુત કોસ્ચ્યુમ રજુ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને પોતાની કલા  અને ક્રિયેટીવીટી  બહાર લવાનો શ્રેષ્ઠ પ્લેટફોર્મ પણ મળી રહેશે આ વિદ્યાર્થીઓ દ્વારા  જે ૧૨  સિકવન્સ તૈયાર કરવામાં આવી છે  તેમાં હેરી બોલ ગાઉન ,સોફ્ટ એન પેપર ,પેશ્વા ચી મુલગી,એમરાલ્ડ ડિઝાઈનર રિસ્પેશન ડ્રેસીઝ,પ્રિન્ટ પેશન્સ,ચંદ્રગુપ્ત મૌર્યના સમયને યાદ અપાવે તેવા સલ્ટન્ટ ડ્રેપ  બ્રોડ વે બ્રાઈડ, ટાઇમલેસ પર્પલ ,સેન્સ્યુઅલ સ્ટાઈલો, મેવાડે મહારાણી રજવાડા રાઉન્ડ  વિદેશી વોગ ઈવેનઈંગ ઇન્ડિયન વેર ,મુગલ મેરેજ, રોઝ રોમાન્સ સિકવન્સ સામેલ છે

આ ફેશન શોમાં મિસ એશિયા સ્પેસિફિક  ઉપરાંત મોડેલ અયેલશા રાવત, શોભમિતાદાસ, પૂજા વૈદ્યમરૂમ કુલકર્ણી નમ્રતા ગુજરાન, લીના વિશ્વકર્મા, આઈરીશ માયતી  અંજલિ રાઉત, તેમજ મિસ્ટર ગ્લેડરેગ્સ  નવનીત મલિક પણ આવી રહ્યા છે.આ ફેશન શોમાં પૂજા વડાલીયા  કે જે જેતપુર ના છે તેમજ અંકિતા ખોખાણી ,પ્રિયંકા ડામોર,જહાનવી ખાખર, નેહા સોલંકી,શ્રદ્ઘા પાંભર ,મીનલ ચાવડા દ્વારા સિકવન્સ રજુ કરવામાં આવશે.

આ વખતે ફેશન શોમાં કિડ નો પણ એક રાઉન્ડ રાખવામાં આવ્યો છે જેની સાથે સુપર મોડેલ રેમ્પ વાઙ્ખક કરશેમઆ ઉપરાંત આ ફેશન શોની એક વિશેષતા એ પણ બની રહેશે કે વિખ્યાત સિંગર  બીની શર્મા ફાવેશન શોના રેમ્પ પર જ  મોડેલ ની સાથે વિખ્યાત ગીતો  ગાઈને  ફેશન શોમાં નવી જમાવટ કરશે. આ વખતે જે ૧૦૫ નવા કોસ્ચ્યુમ બનવામાં આવ્યા છે તેના માટે અહીંની વિદ્યાર્થીનીઓ દ્વારા અનેક નવતર પ્રયોગ પણ કરવામાં આવ્યા હોવાનું યાદીના અંતમાં જણાવાયુ છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:49 pm IST)