Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

લાભુભાઈ ત્રિવેદીની ૨૫મી પૂણ્યતિથિ નિમિતે શ્રદ્ધાંજલીઃ વિદ્યાર્થીઓ માટે ૧૦ દિવસ વિવિધ કાર્યક્રમો

બાલભવનમાં નાટ્યસ્પર્ધા - કરાઓકે ટ્રેક ફિલ્મી ગીત સ્પર્ધા - ડાન્સ ફિએસ્ટા - વિશિષ્ટ ટેલેન્ટ શો - ૨૯મીએ કિવઝ કોમ્પીટીશન સહિતના આયોજનો

રાજકોટ, તા. ૧૫ : લાભુભાઈ ત્રિવેદીની પૂણ્યતિથિ નિમિતે તેઓને શ્રદ્ધાંજલી અર્પવા ૧૦ દિવસ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. તમામ કાર્યક્રમો બાલભવનમાં સવારે ૯ થી ૧૨ અને બપોરે ૧:૩૦ થી સાંજે ૪ સુધી યોજાશે.

મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના આદ્યસ્થાપક ગુરૂ શ્રી લાભુભાઈ ત્રિવેદીની ૨૫મી પૂણ્યતિથિ નિમિતે શ્રી લાભુભાઈ ત્રિવેદીને અતિ પ્રિય એવા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય હેતુથી સંસ્થા સંચાલિત શાળા - કોલેજોના આચાર્યશ્રીઓ દ્વારા સંસ્થાના વિદ્યાર્થીઓ માટે ''મેરા ટેલેન્ટ મેરી પહેચાન'' કાર્યક્રમનું આયોજન કરેલ છે.

''મેરા ટેલેન્ટ મેરી પહેચાન'' કાર્યક્રમ અંતર્ગત (૧) નાટ્ય સ્પર્ધા (૨) કરાઓકે ટ્રેક ફિલ્મી ગીત સ્પર્ધા (૩) ડાન્સ ફીએસ્ટા (વર્સેટાઈલ સોલો) (૪) વિશિષ્ટ ટેલેન્ટ બાદ ૨૯મીના રોજ કિવઝ કોમ્પીટીશન પણ રાખવામાં આવેલ છે.

સંસ્થા દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી શ્રી લાભુભાઈ ત્રિવેદીની પૂણ્યતિથિ નિમિતે શાળા - કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાજકોટ ઓપન કિવિઝ, ક્રિકેટ ટુર્નામેન્ટ, રકતદાન શિબિર, થેલેસેમીયા ટેસ્ટ, મેડીકલ કેમ્પ, રાજકોટની વિવિધ સેવાકીય સંસ્થાઓમાં ભોજન તથા આર્થિક સહાય વગેરે જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે.

તસ્વીરમાં પ્રજ્ઞેશભાઈ કુબાવત, રંજનબેન પોપટ, રાજુભાઈ વ્યાસ, હર્ષિતભાઈ મહેતા, ભારતીબેન નથવાણી (૯૭૨૪૯ ૧૭૪૫૫) અને તૃપ્તિબેન જોષી નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:49 pm IST)