Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

પ્રર્વર્તિની પૂ.વિજયાબાઈ મ.સ.કાળધર્મ પામ્યાઃબપોરે પાલખીયાત્રા

રાજકોટ સંઘાણી ઉપાશ્રય બીરાજમાન ગોંડલ સંઘાણી સંપ્રદાયના

રાજકોટ,તા.૧૫ : આજરોજ તા.૧૫ શુક્રવાર સવારના ૮કલાકે રાજકોટ સંઘાણી ઉપાશ્રયે બીરાજમાન ગોંડલ સંઘાણી સંપ્રદાયના પ્રર્વર્તિની પૂ.વિજયાબાઈ મ.સ.નમસ્કાર મહામંત્રના સ્મરણ સાથે કાળધર્મ પામેલ છે.સંઘાણી સંપ્રદાયના કિશોરભાઈ સંઘાણી તથા ચેતનભાઈ સંઘાણીએ જણાવ્યું કે પૂ.પ્રવર્તીની વિજયાબાઈ મ.સ.ની પાલખી આજરોજ બપોરે ૩ કલાકે રાજકોટ સંઘાણી ઉપાશ્રય,દિવાનપરા ખાતેથી જય જય નંદા...જય જય ભદાના જય નાદ સાથે નીકળશે.

જૈન અગ્રણી પ્રવિણભાઈ કોઠારી,ચંદ્રકાન્તભાઈ શેઠ,ઈશ્વરભાઈ દોશી વગેરે અગ્રણીઓએ જણાવ્યું કે પૂ.વિજયાબાઈ મ.સ.ની દીક્ષા ગોંડલ થયેલ. તેઓને ''કરેમિ ભંતે''  નો પાઠ ગોંડલ સંપ્રદાયના આચાર્ય ભગવંત પૂ.પુરુષોત્ત્।મજી મ.સાહેબે ભણાવેલ.પૂ.મહાસતિજીની ઉંમર લગભગ ૯૪ વર્ષ અને સંયમ પર્યાય ૭૮ વર્ષનો હતો.

મનોજ ડેલીવાળાએ વિશેષ માહિતી આપતા જણાવ્યું કે પૂ.જયાબાઈ મ.સ.એવમ્ પૂ.વિજયાબાઈ મ.સ.બંન્ને બહેનોએ જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરેલ અને ''જય - વિજય'' તરીકે તેઓ જૈન સમાજમાં સુવિખ્યાત બનેલ.પૂ.વિજયાબાઈ મ.સ.સરળ અને ભદ્ર પ્રકૃતિ ધરાવતા હતા. દરેક દર્શનાર્થીઓને અચૂક માંગલિક ફરમાવતા. તેઓ થોડા સમયથી નાદુરસ્ત આરોગ્યને કારણે રાજકોટ સંઘાણી ઉપાશ્રય ખાતે સ્થિરવાસ બીરાજમાન હતાં. પૂ.કિરણબાઈ મ.સ.સહિત સંઘાણી સંપ્રદાયના દરેક મહાસતિજીઓ તેઓની અપૂર્વ વૈયાવચ્ચ કરેલ.

આગમ પ્રેમી મુકુંદભાઈ પારેખ તથા સી.વી.દેસાઈએ જણાવ્યું કે સમગ્ર સૌરાષ્ટ્રમાં પૂ.વિજયાબાઈ મ.સ.સુદીર્ઘ સંયમ પર્યાય ધરાવતા હતાં.વૈયાવચ્ચ પ્રેમી અજયભાઈ શેઠ તથા બીનાબેન શેઠ પરીવારે પૂ.વિજયાબાઈ મહાસતિજીની અજોડ વૈયાવચ્ચનો લાભ લીધેલ.પૂ.વિજયાબાઈ મ.સ.ના દેવલોકગમનથી સંઘાણી સંપ્રદાય સહિત જૈન સમાજને બહુ મોટી ખોટ પડી છે.

(1:07 pm IST)