Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

સરદાર વલ્લભભાઈ પટેલ :ન ભૂતો ન ભવિષ્યતિ

સરદાર પટેલની પુણ્યતિથિ નિમિત્ત્। ભાવાંજલિ પાઠવતા રાજુભાઈ ધ્રુવ

  રાજકોટઃ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્ત્।ે રાજુભાઈ ધ્રુવે સરદાર સાહેબનું સ્મરણ કરતા જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલનું વ્યકિતવ ન ભૂતો ન ભવિષ્યતિ છે. સરદાર વલ્લભભાઈ પટેલ જેવા રાષ્ટ્રપુરુષ ભારતની ધરતી પર જન્મ લે તે દેશ માટે અત્યંત ગૌરવપૂર્ણ બાબત છે. ભારત નિર્માતા શ્રી સરદાર સાહેબનાં આપણે સૌ ઋણી છીએ. કેમ કે, ઈતિહાસમાં કયારેય પણ ન હતું તેટલું ભવ્ય ભારત, એક ભારતનું નિર્માણ શ્રી સરદાર સાહેબે કર્યું છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીની ભેટ આપનારા સરદાર વલ્લભભાઈ પટેલ ભારતીય ઈતિહાસ અને રાજકારણનાં એક એવા અમર રાષ્ટ્રનાયક છે તેમની કીર્તિ સદાય અકબંધ રહેશે. સરદાર પટેલ ખરા અર્થમાં ભારતીય લોકશાહીનાં સર્જક નિર્માતા છે.

ગુજરાતના એક ગરીબ કિસાન કુળમાં જન્મેલા, ખેડાની ખમીરવંતી ધરતીની ગોદમાં ઊછરીને આપબળે વકીલ બનેલા સરદાર સાહેબ બેરિસ્ટરના અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ જાય છે. ત્રણ વર્ષનો અભ્યાસક્રમ અઢી વર્ષમાં પૂરો કરી ગોલ્ડ મેડલ સાથે બેરિસ્ટરની પદવી પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કરે છે. વર્ષ ૧૯૧૩માં અમદાવાદમાં પ્રેકિટસનો પ્રારંભ કરી વકીલાતક્ષેત્રે નામાંકિત બને છે. પ્રારંભમાં રાજકારણથી અલિપ્ત રહેલા વિખ્યાત ધારાશાસ્ત્રી વલ્લભભાઈને આ વ્યવસાયમાં યશ, ર્કીતિ, વૈભવ અને આવક પણ હતી. ૧૯૧૩થી ૧૯૧૭ના વર્ષોમાં વકીલ વલ્લભભાઈ પટેલની બેરિસ્ટર તરીકેની સરેરાશ માસિક આવક રૂ. ૪૦,૦૦૦ હતી. એ સાથે એમના આખરી દિવસોનું અવલોકન કરીએ તો ૧૫મી ડિસેમ્બર, ૧૯૫૦માં સરદારનું અવસાન થયું ત્યારે નાયબ વડાપ્રધાન વલ્લભભાઈના બેંક બેલેન્સમાં માત્ર રૂ. ૩૦૦થી પણ ઓછી સિલક હતી. આમ, સરદાર પટેલ આજીવન અકિંચન અને નિર્મોહી રહ્યા હતા. એમના અંતકાળે તેમની પાસે પોતાની અંગત મિલકતમાં ચારેક જોડી કપડાં, બે જોડી ચંપલ, એક પતરાંની બેગ, રેંટિયો, બે ટિફિન, એલ્યુમિનિયમનો લોટો અને સગડી હતાં જે અમદાવાદમાં શાહીબાગ ખાતે આવેલા સરદાર સ્મારકમાં એમની સ્મૃતિરૂપે આજે પણ જળવાઈ રહ્યાં છે. સરદાર સાહેબે તેમનાં પુત્રી માટે એક મકાન સુદ્ઘાં બનાવ્યું નહોતું. પોતાનું સમગ્ર જીવન દેશ માટે સમર્પિત કરનારા સરદાર પટેલને દેશસેવાનાં બદલામાં કોંગ્રેસે જીવન પર્યત અને મૃત્યુ બાદ પણ માત્રને માત્ર અન્યાય જ કર્યો છે.

સરદાર વલ્લભભાઈ પટેલએ બરાબર સમજતા હતા કે જો દેશની અંદર સામાન્ય માણસનો સહકાર નહિ હોય તો ગમે તેટલા મોટા આદર્શો પણ ખોટા જ સાબિત થશે. માટે રાજકીય ઉપરાંત રચનાત્મક વૃત્ત્િ।-પ્રવૃત્ત્િ। એમણે જાહેરજીવનમાં શરૂઆતથી અંત સુધી જાળવી રાખી હતી. નહેરૂ-ગાંધીને પ્રિય સામ્યવાદના ઉગ્ર વિરોધને લીધે સરદાર 'મૂડીવાદી'ગણાતા. અલબત્ત્। 'સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ'માં માનતા સરદારની લાઈફસ્ટાઈલ મૂડીવાદી નહોતી. પણ ડાબેરી વિચારધારાના મોટા ઢોલ પાછળની પોલ એમની ધીંગી કોઠાસૂઝ તરત જ પારખી ગઇ હતી.

     સરદાર પટેલ વડા પ્રધાનપદના સાચા હકદાર હોવા છતાં ગાંધીજીના આદેશને અનુસરી નાયબ વડા પ્રધાનપદ સ્વીકાર્યું, પરંતુ પ્રસિદ્ઘ બ્રિટિશ પત્રકાર અને લેખક બ્રેશરીએ ૧૯૫૦ના વર્ષના પ્રારંભમાં નોંધ્યું છે કે, ''નહેરૂ સરકારના વડા છે, પણ સરકાર તો સરદાર પટેલ ચલાવે છે.''  સરદારની ધીંગી કોઠાસૂઝ, દૂરંદેશી અને માણસો તેમજ પરિસ્થિતિની તળપદી સમજ શુદ્ઘ ચારિત્ર્ય અને પાસાદાર વ્યકિતત્વનો દેશવાસીઓને જેમ જેમ વધુ પરિચય થયો તેમ તેમ સરદાર પટેલની પ્રતિષ્ઠા વધતી ગઈ છે. આચાર્ય કૃપલાની અને જયપ્રકાશ નારાયણ સહિત અનેક નેતાઓએ સરદારને તેમની હયાતી દરમિયાન યોગ્ય રીતે ન ઓળખી શકવા બદલ જાહેરમાં અફસોસ વ્યકત કર્યો હતો.

આઝાદી પછી તરત જ પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું ત્યારે સરદાર પટેલની સલાહ હતી કે પાકિસ્તાનને પૂરેપૂરું હાંકી કાઢો અને જમ્મુ-કાશ્મીરના સમગ્ર વિસ્તાર પર ભારતનો કબજો અંકે કરી લો. સરદારની સલાહ વિરુદ્ઘ જઈને નેહરુજી કાશ્મીરનો પ્રશ્ન યુનોમાં લઇ ગયા અને પસ્તાયા. એક તરફ ૫૫૦થી અધિક રજવાડાને એક કરનારા સરદાર પટેલની દૂરંદેશીતા હતી તો બીજી તરફ ગોવા જેવા રાજયનો પ્રશ્ન દસ વર્ષે માંડ ઉકેલી સરકાર નહેરુજીની અલ્પ વિચારધારા હતી. જે નહેરુ-ગાંધી પરિવારનાં વંશજો હજુ પણ પોતાની અલ્પ વિચારધારા થકી સરહદી પ્રશ્નોને વધુ ગુંચવણભર્યાં બનાવી દેશમાં અરાજકતાનું વાતાવરણ ઉભું કરે છે.

આજે સરદાર પટેલ હયાત હોત તો શું કહેત કે શું કરત તેની કલ્પના કરવી રોમાંચક છે. સરદાર પટેલ લાંબુ જીવ્યા હોત તો શકય છે કે દેશ સામેના અનેક પ્રશ્નો કાં તો ઊભા જ ન થયા હોત અથવા ઉકેલાઈ ગયા હોત એવું રાજુભાઈ ધ્રુવ (મો.૯૪૨૬૭૧૯૫૫૫) સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નીમીતિ શબ્દાંજલિ પાઠવતા જણાવ્યું હતું.

(12:18 pm IST)