Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

સીવીલ હોસ્‍પિટલમાં રકતની જબરી ખેંચ, રકતદાન કરી જરૂરીયાતમંદ દર્દીઓના જીવન બચાવવા અપીલ

 રાજકોટઃ પ્રર્વતમાન રોગચાળાની સીઝનમાં રકતની ખુબજ ખેંચ ઉભી થઇ છે. સીવીલ હોસ્‍પિટલના જરૂરીયાત મંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે એ- પોઝીટીવ, બી પોઝીટીવ, એબી-પોઝીટીવ સહિતના બ્‍લડ ગ્રુપોની ખુબ જ ખેંચ ઉભી થઇ છે.  સિવીલ હોસ્‍પિટલ માં સમગ્ર સોૈરાષ્‍ટ્રમાંથી ગરીબ દર્દીઓ સારવાર માટે આવતા હોય તેમજ આ દર્દીઓના કોઇ સ્‍થાનીક સંપર્કો ન હોય તેમને રકત પ્રાપ્ત કરવામાં ખુબ અગવડ ઉભી થાય છે. સિવીલ હોસ્‍પિટલ બ્‍લડ બેંક, ઓપીડી બીલ્‍ડીગ, ગાઉન્‍ડ ફલોર ૬ નંબર, બ્‍લડ બેંક સવારે ૯ થી ૧૦ દરમ્‍યાન રકતદાન કરી અમુલ્‍ય માનવ જીંદગીઓને તેમજ  થેલેસેમીયા  પીડીત બાળકોના જીવનને બચાવવા નિમિત  બનવા માટે અપિલ કરવામાં આવી  છે.  વિશેષ માહિતી માટે મો. ૯૮૯૮૬ ૧૩૨૬૭ પર સંપર્ક કરવા  મનીષભાઇ પરીખ (૯૮૯૮૬ ૧૩૨૬૭)  અને હિમાંશુભાઇ માંકડ (૯૪૨૬૨ ૨૫૧૦૩) ની યાદીમાં જણાવાયુ છે.

 

(10:47 am IST)