Gujarati News

Gujarati News

News of Sunday, 15th November 2020

ચામુંડાનગરમાં ફટાકડા ફોડવાની ના પાડી ડખ્ખોઃ દિપક સોંદરવા પર ચાર જણાનો પાટલા-ધોકાથી હુમલોઃ પત્નિ અને બહેનને પણ ઇજા

રાજકોટઃ માયાણીનગર પાસે ચામુંડાનગર-૧માં રહેતાં દિપક દિનેશભાઇ સોંદરવા (ઉ.વ.૨૭) નામના યુવાન પર દિવાળની રાતે તેના ઘર પાસે પ્રતાપ ધનજીભાઇ સોલંકી, કંચનબેન પ્રતાપભાઇ, કમળાબેન તથા ધનજીભાઇએ મળી પ્લાસ્ટીકના પાટલા તથા લાકડાના ધોકાથી હુમલો કરી માથામાં ઇજા કરતાં તેમજ છોડાવવા માટે પત્નિ સોનલબેન દિપકભાઇ અને બહેન ભુમિબેન વચ્ચે પડતાં તેને પણ ઇજા પહોંચાડાઇ હતી.

દિપકના કહેવા મુજબ તેના નાના છોકરા ઘર પાસે ફટાકડા ફોડતા હોઇ કંચનબેને ફટાકડા ફોડવાની ના પાડી તેના પતિએ ગાળાગાળી કરતાં તેને ગાળો બોલવાની ના પાડતાં આ હુમલો થયો હતો. માલવીયાનગરના હેડકોન્સ. એ. જે. કાનગડે જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:19 am IST)