Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

રવિવારે શ્રી મોગલ મા પ્રાગટય ઉતસવ

મોગલ મા ધીંગો ધણી મોગલ મા ને બાપ, સાજા તાજા સહુ સુખી રાખજે આઈ મોગલ તારો છે પ્રતાપ : માતાજીની શોભાયાત્રા રંગેચંગે નિકળશે, લોકડાયરાનું પણ આયોજન

રાજકોટઃ અહિંના ગોપાલ ચોક, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ ખાતે આગામી તા.૧૭ના રવિવારના રોજ, શ્રી મોગલમાં પ્રાગટય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે બપોરે ૩ વાગે માતાજીની શોભાયાત્રા રંગેચંગે નિકળશે. જેમાં સંતો મહંતો અને માઈભકતો જોડાશે. ત્યારબાદ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. સાંજે ૭:૩૦ વાગે આયોજીત ડાયરામાં પ્રિત ગોસ્વામી (લોક સાહિત્યકાર), મનહરદાસ ગઢવી, પરેશદાન ગઢવી, હરેશદાન ગઢવી (કચ્છ), રઘુ ત્રિવેદી અને હરીઓમ ગઢવી જમાવટ કરશે. ભાવિકોએ લાભ અનુરોધ કરાયો છે. વધુ વિગતો માટે સાગરભાઈ મો.૭૦૯૬૩ ૨૪૨૫૨ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:54 pm IST)