Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

મચ્છરોનો આંતકઃ ડેંગ્યુના ૩૧ કેસ

સપ્તાહમાં મેલેરીયાનાં ૪, ચીકનગુનીયાનાં ૨ દર્દીઓ નોંધાયાઃ ડેંગ્યુ, મેલેરીયા અને ચીકનગુનીયાનાં સીઝનનો કુલ આંક ૨૨૬એ પહોંચ્યોઃ આજ બપોર સુધીમાં કોરોનાનો શુન્ય કેસ

રાજકોટ તા. ૧૧ :શહેરમાં કોરોનાં હવે લગભગ કાબુમાં આવી ગયો છે પરંતુ ં મચ્છરજન્ય રોગચાળાએ માથું  ઉંચકતા છેલ્લા બાર દિવસમાં ડેન્ગ્યુ, મેલેરીયા, ચીકનગુનિયાના ૩૭ કેસ નોંધાયા છે. શહેરમાં આજે બપોર સુધીમાં કોરોનાનો એકેય રિપોર્ટ પોઝિટિવ નહિ આવતા છેલ્લા કેટલાક દિવસથી બપોર સુધીમાં '૦' કેસ નોંધાયો છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૧  થી તા. ૧૨ ઓકટોબર સુધીમાં ડેન્ગ્યુના ૩૧ તથા મેલેરીયાના ૪ તથા ચિકનગુનિયાના ૨ સહિત કુલ ૩૭  કેસ નોંધાતા સીઝનનાં ડેન્ગ્યુના ૧૬૫, મેલેરીયાના ૪૨ તથા ચિકનગુનિયાનાં ૧૯ કેસ નોંધાયા છે.

શહેરમાં મચ્છરજન્ય રોગચાળો દિવસે ને દિવસે આંતક ફેલાવતા તંત્ર ઉંધે માથે થયુ છે. ડેન્ગ્યુ, મેલેરીયા, ચીકનગુનિયાના કેસ નોંધાયેલ વિસતારોમાં ફોગીંગ, મચ્છર ઉત્પતી અટકાવવા સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

(3:26 pm IST)