Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

બેડી ગામમાં બીમારીથી કંટાળી આપઘાતનો પ્રયાસ કરનાર વૃધ્ધાએ દમ તોડી દીધો

વૃધ્ધ વજીબેન બાળોદરાએ છ દિવસ પહેલા ગળાફાંસો ખાઇ લીધો હતો

રાજકોટ, તા. ૧પ :  બેડી ગામમાં બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરનાર વૃધ્ધાનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ બેડીગામમાં રહેતા વજીબેન મનસુખભાઇ બાળોદરા (ઉ.૬૦) એ પોતાના ઘરે બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ લીધો હતો. પૌત્ર રૂમમાં દફતર લેવા ગયો ત્યારે દાદીને લટકતા જોઇ દેકારો મચાવતા પરિવારજનોએ તાકીદે વૃધ્ધાને નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં ગઇકાલે તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ મહાવીર સિંહએ પ્રાથમિક કાગળો કરી જેની વધુ તપાસ હેડ કોન્સ. હમીરભાઇએ હાથ ધરી છે.

(3:25 pm IST)