Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

પ્રથમ પતિને બીજી સાથે લફરૂ હોઇ છૂટાછેડા લીધા, બીજા પતિએ દારૂ પી ત્રાસ ગુજાર્યો

હાલ રાજકોટ માવતરને ત્યાં રહતે પ્રજાપતિ હીનાબેન જેઠવાની સુરત સ્થિત પતિ, સાસુ, નણંદો વિરૂધ્ધ ફરિયાદ

રાજકોટ,તા. ૧૫: હાલ રાજકોટ માવતરને ત્યાં રહેતી પ્રજાપતિ પરિણિતાએ સુરત સ્થિત પતિ-સાસરિયા વિરૂધ્ધ ફરિયાદ કરી છે. પ્રથમ લગ્ન થયા ત્યારે પતિને બીજી સ્ત્રી સાથે લફરૂ હોય છૂટાછેડા લેવા પડ્યા હતા. બીજી લગ્નમાં પતિ દારૂ પીને અને સાસુ-નણંદોએ ઘરકામ, રસોઇ પ્રશ્ને ત્રાસ આપ્યાનો આરોપ મુકયો છે.

મળતી વિગત મુજબ કોઠારિયા રોડ પર સત્યમ પાર્ક સોસાયટીમાં માવતર સાથે રહેતા હિનાબેન રોહીતભાઇ જેઠવા (ઉવ.૨૯)એ મહિલા પોલીસ મથકમાં સુરત અડાજણ પાલ શિવછત્ર રેસીડેન્સીમાં ધનલક્ષ્મી બંગલો સામે રહેતો પતિ રોહીત રમેશભાઇ જેઠવા, સાસુ સવિતાબેન રમેશભાઇ જેઠવા, નણંદ બીના રમેશભાઇ જેઠવા અને રીના પ્રતિકભાઇ ચાંડેગરાના નામ આપ્યા છે. હિનાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે છેલ્લા એક માસથી માવતનરના ઘરે રહે છે. પોતાના આઠ વર્ષ પહેલા પ્રમોદ ફટાણીયાના દીકરા ભરત સાથે લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમ્યાન પોતાને સંતાનમાં એક પાંચ વર્ષની પુત્રી છે. પતિ ભરતને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોય જેથી ચાર વર્ષ પહેલા પોતે પતિ ભરત સાથે છૂટાછેડા લીધા હતા.

બાદ તા. ૨૭/૧૦/૨૦ના રોજ પોતે સુરતના રોહીત રમેશભાઇ જેઠવા સાથે બીજા લગ્ન કર્યા હતા. આ સમયે પતિ રોહીતે પહેલા લગ્નની દીકરીની તમામ પ્રકારની જવાબદારી  લીધી હતી એ પછી પોતે પતિ, સાસુ, અને નણંદ સાથે સુરત સંયુકત પરિવારમાં રહેતા હતા. લગ્નના એક માસ પોતાને સારી રીતે રાખેલ બાદ પતિને દારૂ પીવાની ટેવ હોય, તેથી તે દારૂ પી ઘરે આવી ઝઘડો કરી મારકૂટ કરતો હતો. અને પોતાની દીકરી સાથે પતિ, સાસુ અને બંને નણંદ પોતાની પુત્રી સાથે ભેદભાવ રાખતા હતા અને વારંવાર કહેતા કે 'આ આપણુ લોહી નથી આને કાઢી મુક' તેમ મેણાટોણા મારતા હતા. બાદ પોતાને કોરોના થતા કોરોન્ટાઇન થયેલ ત્યારે પોતાની પુત્રીને નણંદ કહેતી કે 'હુ અને બા કહે તેટલુ જ તારે કરવાનું નહી તો ત્રીજા માળેથી નીચે ફેંકી દઇશ' અને સાસુ કહેતા કે ' આ ફટાણીયાનું લોહી છે તો તેને આપી આવ નહીંતર તારા મા-બાપના ઘરે મુકી આવ તો જ તને સાચવશું. તેમ મેણાટોણા મારતા હતા અને ઘરકામ તથા રસોઇ બાબતે પણ મેણાટોણા મારી ઝઘડો કરતા. નણંદ ડીલેવરી કરવા ઘરે આવેલી ત્યારે સાસુ કહેતા' તારે અહી રહેવું હોય તો મારી દીકરીના બારોતીયા ધોવા પડશે તેમ કહી પોતાની સાથે કામવાળીની જેમ રાખતા હતા નણંદ ચારીત્ર્ય બાબતે શંકા કરી પતિને ચઢામણી કરતા પતિ પોતાને ગાળો આપી ત્રાસ આપતો હતો. બાદ તા. ૧૩/૫ ના રોજ પતિ દારૂ પી ઘરે આવી મારકૂટ કરી ગાળો આપતા પોતે ૧૮૧માં કોલ કરી પોલીસ બોલાવી હતી ત્યારે પતિ, સાસુ અને નણંદે માફી માંગી સમાધાન કરેલ બાદ પતિએ કહેલ કે તારા નાનાજી ગુજરી ગયા છે તો હું તને તારા મા-બાપના ઘરે મુકી જાવ અને ત્રણ-ચાર દિવસ પછી તેડી જઇશ.

પોતાને રાજકોટ માવતરે મુકી ગયા બાદ તેડવા ન આવતા વડીલો દ્વારા સમાધાન કરવાના પ્રયત્ન કરેલ પરંતુ પતિએ સમાધાન કરવાની ના પાડતા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ. જી.એન.પરમારે તપાસ હાથ ધરી છે.

(3:24 pm IST)