Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

વિજયા દશમીની સ્વાદીલી ઉજવણી : કંદોઇની દુકાનો પર ગ્રાહકો ઉમટી પડયા

રાજકોટ : આજે વિજયા દશમીનું પર્વ હોય મીઠાઇ બજારોમાં પ્રસરી છે. આસુરી શકિત પર દૈવિ શકિતના વિજયની ઘડીને વધાવવા દશેરાના દિવસે મીઠા મોં કરવામાં આવે છે. જેથી આજે સવારથી જ મીઠાઇ બજારોમાં તાવડા ધમધમી ઉઠયા છે. મંડપ વ્યવસ્થા કરી મોઢામાં પાણી લાવી દયે તેવી મીઠાઇઓની સજાવટ કરવામાં આવી છે. આ વખતે બે દિવસ દશેરા  હોય જલેબી, ગાંઠીયા, બરફી, મેસુબ સહીતની મીઠાઇની જયાફત ઉડવવા લોકો અધીરા બન્યા છે. કંદોઇની દુકાનો પર વિજયા દશમી નિમિતે જામેલી ભીડ નિહાળી શકાય છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:21 pm IST)