Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

સદર બજારની હોટેલના સંચાલકની સ્કોચ-વ્હીસ્કીની બોટલો સાથે ધરપકડ

ક્રાઇમ બ્રાંચના વી. જે. જાડેજા અને ટીમે હિમાંશુ મહેતા સામે કાર્યવાહી કરીઃ અગાઉ પણ બે ગુનામાં સામેલ

રાજકોટ તા. ૧૫: શહેરના સદર બજરમાં આવેલી હોટેલ પાર્ક ઇનમાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી હોટેલના માલિક હિમાંશુ કૃષ્ણકાંતભાઇ મહેતા (બ્રાહ્મણ) (ઉ.૪૪-રહે. રૈયા રોડ બ્રહ્મસમાજ ચોક જ્ઞાનજીવન સોસાયટી, ગુરૂકૃપા)ને રૂ. ૪૫૦૦ની દારૂ-સ્કોચની છ બોટલ સાથે પકડી લઇ કાર્યવાહી કરી છે.

ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી પરથી દરોડો પાડવમાં આવતાં હોટલમાંથી વ્હાઇટ લેબલની એક બોટલ, જેએન્ડબીની એક બોટલ, રોયલ ચેલેન્જરની એક બોટલ, વેટ-૬૯ના બે નના ચપલા, સિગ્નેચર વ્હીસ્કી અને મેકડોવેલ નંબર વનની એક બોટલ મળી કુલ રૂ.૪૫૦૦નો દારૂ મળતાં હોટેલ માલિક સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.

એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં આ કામગીરી પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ રાજદિપસિંહ ગોહિલ, જયેશભાઇ નિમાવત, ચેતનસિંહ ચુડાસમા, હિતેન્દ્રસિંહ ઝાલા, ભરતસિંહ પરમાર, કોન્સ. મહેશભાઇ ચાવડા, શકિતસિંહ ગોહિલ, જયદિપસિંહ બોરાણા, સ્નેહભાઇ ભાદરકા અને કુલદિપસિંહે આ કામગીરી કરી હતી. પોલીસના કહેવા મુજબ વર્ષ ૨૦૧૬માં હિમાંશુ મહેતા દારૂના ગુનામાં અને આ વર્ષે જ હોટેલમાં કુટણખાનુ ચલાવવાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલ છે.

(3:14 pm IST)