Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

ઓશોના પુસ્તક 'શિક્ષા મે ક્રાંતિ'ની થીમ પર આધારીત 'ટેક ઇટ ઇઝી' યારો સમજા કરોનો પ્રિમીયર શો

સૌરાષ્ટ્ર-કચ્છના ૧૯ સિનેમામાં ભવ્ય રજુઆત

રાજકોટઃ આ ફિલ્મના પ્રોડયુસર ઓશો સન્યાસી ધર્મેશ પંડીત (સ્વામીપ્રેમ પરીતોષ) દ્વારા પત્રકારો, ઓશો સાથે રહી ચુકેલા વરીષ્ઠ સન્યાસીઓ પ્રેમીઓ, બુધ્ધીજીવીઓ માટે રાજકોટના આઇનોક્ષ (ધરમ) સિનેમામાં આ પીકચરનું મોર્નીંગ શોમૉ ધમાકેદાર પ્રિમીયર શો યોજાઇ ગયો.

સમબુધ્ધ રહસ્યદર્શી સદગુુરૂ ઓશોએ જોયેલ શિક્ષણમાં ક્રાંતિનું વિહંગાવલેકન (લોકોના પ્રતિભાવ) ઘણા સમય પહેલા શિક્ષણ જગતની ખામીઓ વિશે આપેલ પ્રવચનો પરથી હિન્દી સિનેમા જગતમાં એક ચોકકસ વર્ગને ધ્યાનમાં રાખીને એક પછી એક ફિલ્મો આવી રહી છે. જેમાં થ્રી ઇડીયટસ , તારે જમીન પર અને હવે તા.૧૫ને શુક્રવારે રજુ થનારી પ્રોડયુસર ધર્મેશ પંડિત, ડાયરેકટર સુનીલ પ્રેમ વ્યાસની ટેક ઇટ ઇઝી યારો સમજા કરો છે.

આ ફિલ્મમાં શિક્ષણ જગતમાં એક સાથે ત્રણ પેઢીનો સંઘર્ષ અભિવ્યકત કરવામાંં આવ્યો છે. જેમાં પ્રાઇમરી હાઇસ્કુલના વિદ્યાર્થીઓ તેના માં-બાપ અને દાદા - દાદીની ભૂમિકા મુખ્ય છે. સાથો સાથ કોન્વેટ શાળાઓનું વ્યવસાઇ કરણ તેમજ સરકારી શાળાઓ સાથેની પ્રાઇવેટ શાળાઓની પ્રતિસ્પર્ધા અને તેમાં ટેલેન્ટ ધરાવતા વિદ્યાર્ર્થીઓને મા-બાપ દ્વારા તેમના કલાસમેટ સાથેની દરેક પ્રકારની પ્રતિસ્પર્ધાઓમાં અવ્વલ આવવાનું કરતુ બિનજરૂરી પ્રેશર પર લખવામાં આવી છે.

ઓશોની ફિલોસોફી મુજબ આપણે દરેક બાળકને એક સારો માણસ બને તેના તેના કરતાં તેને ડોકટર, એન્જીનીયર આર્કિટેક તથા અન્ય વ્યવસાયી બનાવવા તરફ વધુ ધ્યાન આપી રહયા છીએ તેના પર વિસ્તારથી બાહોશ બાળકલાકારોનું અભિનય તે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. કોરી પાટી લઇને આવેલા આ પૃથ્વીપરના બાળકોને તેના પૌત્રના સ્વપ્ન હોય છે. તેના પૂર્વજન્મના સંસ્કાર હોય છે. તેની કાર્યકુશળતા અને પસંદગી તેના શોખ અને રસના વિષય પરથી જ ખબર પડી જાય છે.  આ સપનાઓના મુળીયાને પાણી અને ખાતર પુરૂ પાડવાની જવાબદારી  મા - બાપની હોય છે. પરંતુ અત્યારના ૮૦ ટકા મા-બાપ તેમના કાર્ર્યક્ષેત્રની બહાર જઇ પોતાના જીવનમાં જે સપનાઓ તે પુરા કરી શકયા નહી તે અધુરા સપનાઓ પુરા કરવા બાળકો પર અમાનુષી દબાણ કરે છે. જેના પરીણામે બાળક તેના મા-બાપથી વિમુખ થઇ તેના દાદા દાદી કે કલાસમેટ તરફ દિલથી વળી જાય છે. જે તેને ખરા અર્થમાં તેની અંદરની ભાવના સમજી શકે છે. પરંતુ અંતમાં તેઓ દાદા દાદી કે કલાસમેટનું કઇ ચાલતુ નહિ હોવાને કારણે મા-બાપ અને શાળા, કોલેજની પ્રેસ્ટીજ સાચવવા વહીવટી અધિકારીઓની અપેક્ષાઓનો ભોગ ખુબ લાંબા ગાળે સમજાય છે. આ ફિલ્મમાં સ્કોલરશીપ મેળવવા વિદ્યાર્થીઓ સાથે થતી રાજનીતીને પણ વણી લેવામાં આવી છે. સમુદ્ર કિનારાના રમણીય વાતાવરણમાં મુંબઇ જેવા મેટ્રોસીટીની લાઇફ તેમજ સ્પોર્ટસ માટે બાળકો માટે મોકળુ મેદાન આપનાર લોકેશન ઉડીને આંખે વળગે છે. ઓશોની તેમજ શિક્ષા મે ક્રાંતીની પુસ્તકની તસ્વીર તેમજ ઓશો, ઓશો એન્ટરટેન્મેન્ટ નિર્મિત ઓશો પ્રત્યે આભાર વ્યકત કરતી તેમની તસ્વીર બદલ ઓશો સન્યાસીઓ પ્રેમીઓ તેમનો આભાર માને છે. મો.૯૪૨૭૨ ૫૪૨૭૬ સ્વામી સત્યપ્રકાશ

(3:09 pm IST)