Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

જયાબહેન ફાઉન્ડેશન દ્વારા સૌરાષ્ટ્ર યુનિ.ના રોજમદાર કર્મચારીઓને સહાય

પી.પી.પંડયા જન્મ શતાબ્દી વર્ષ અંતર્ગત ત્રીજી વખત રાસનકીટનું વિતરણ

રાજકોટઃ કોરોના મહામારીના દર્દનાક લાંબા સમય દરમ્યાન જયારે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયેલ છે. તેવા કપરા સમયે આર્થીક દ્રષ્ટીએ હેરાન પરેશાન થયેલ ગરીબ વર્ગને થોડુ સહાયરૂપ થવા પ્રાચીન સંસ્કૃતિક્ષેત્રમાં અને સેવાક્ષેત્રમાં પ્રવૃત્ત શ્રી જયાબહેન ફાઉન્ડેશન રાજકોટ દ્વારા સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના નાના કર્મચારીઓ એવા ચોથા વર્ગના રોજમદાર કર્મચારીઓને સહાયરૂપ થવા ઘઉં, ચોખા, ખીચડી, તુવેરદાળ, ચણાદાળ, તેલની રાસનકીટનું ત્રીજી વખત વિતરણ સૌરાષ્ટ્ર યુની. કેમ્પસમાં સિન્ડીકેટ સભ્ય ગીરીશભાઈ ભીમાણી, સિન્ડીકેટ સભ્ય ધરમભાઈ કામ્બલિયા, શિક્ષણ વિદ્યાશાખાના ડિન નિદતભાઈ બારોટ, જયાબહેન ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી પરેશ પંડયા, કર્મચારી યુનિયનના અગ્રણીઓ ઈન્દુભાઈ ઝાલા, બીશુભાઈ વાંકના હસ્તે કરવામાં આવેલ હતું. અત્રે નોંધનીય છે કે આ પહેલા પણ બે વખત શ્રી જયાબહેન ફાઉન્ડેશન દ્વારા પુરાતત્વવિદ શ્રી પી.પી.પંડયા જન્મશતાબ્દી વર્ષ અનુસંધાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આજ નાના રોજમદાર અને આર્થીક રીતે નબળા કર્મચારીઓને આવીજ રાસનકિટનું વિતરણ કરવામાં આવેલ હતું.

શ્રી જયાબહેન ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ ત્રણેય રાસનકિટ વિતરણ કાર્યક્રમની વ્યવસ્થા સૌરાષ્ટ્ર યુની.ના નોન ટીચીંગ સ્ટાફ યુનિયનના અગ્રણીઓએ સંભાળેલ હતી. તેમ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી પરેશ પંડયા (મો.૯૪૨૯૫ ૭૧૬૬૩)

(3:06 pm IST)