Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

રાજકોટની ભાગોળે રાવકી-લોધિકા પંથકમાં રાવકી, માખાવડ, ખાંભા, તરવડા સહિતના વિસ્તારોમાં સાંજે છ વાગ્યાથી ધમધોકાર વરસાદની બેટિંગ ચાલુ છે. આ પહેલા શહેરના વિવિધ વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી ગયો.

આજે સવારથી રાજકોટમાં વરસાદ પડી રહ્યો છે. સાંજે ૫.૩૦ વાગ્યા આસપાસ જોરદાર પડી ગયા બાદ અત્યારે સાંજે છ વાગ્યાથી રાજકોટની ભાગોળે રાવકી ઇન્ડસ્ટ્રીયલ એરીયા અને લોધિકા પંથકમાં ધમધોકાર એકધારો વરસાદ પડી રહ્યાનું સંદિપ નમકિનના બકુલ રૂપાણી જણાવે છે.

(6:48 pm IST)