Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

રાજકોટમાં ધો.12માં કલ્યાણ હાઈસ્કૂલ ખાતેથી ડમી વિદ્યાર્થીની ઝડપાઈ :શીતલ ગીડના બદલે મુસ્કાન કુરેશીએ આપી પરીક્ષા

જિલ્લા શિક્ષણ અધિકારીએ શંકાના આધારે વિદ્યાર્થીનીને ઝડપી પાડી

રાજકોટ : વર્ષ 2020 માં ધોરણ 10 અને ધોરણ 12ની જાહેર પરીક્ષાઓમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ તેમજ ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષાઓ આજે 15 જુલાઈથી શરૂ થઇ છે. જેમાં રાજકોટ ખાતે ડમી વિધ્ર્થીની ઝડપાઈ છે. એક વિધાર્થીના સ્થાને અન્ય વિધાર્થીની પરીક્ષા આપતી ઝડપાઈ છે.

  પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટમાં ધો.12માં ડમી વિદ્યાર્થીની ઝડપાઈ છે. કલ્યાણ હાઈસ્કૂલ ખાતેથી આ વિધાર્થીની ઝડપાઈ છે. શીતલ ગીડના સ્થાને મુસ્કાન કુરેશીએ પરીક્ષા આપી રહી હતી. જિલ્લા શિક્ષણ અધિકારીએ શંકાના આધારે વિદ્યાર્થીનીને ઝડપી પાડી છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં નામાના મૂળ તત્વોનું પેપર હતું .

(6:58 pm IST)