Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

કારોબારીમાં ૬ કરોડના વિકાસ કામોને મંજુરી : તલાટીઓને ગામમાં હાજર રખાવવા તાકીદ

રાજકોટ : જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક આજે અધ્યક્ષ સહદેવસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મળેલ. જેમાં બાંધકામના ૮, સિંચાઇના ૩ અને આરોગ્ય શાખાના ૨ મળી કુલ ૫.૯૭ કરોડના ખર્ચે ૧૩ કામોને બહાલી આપવામાં આવેલ. તલાટીઓને ગામડાઓમાં ફરજ પર અવિરત રહેવા તાકિદ કરવામાં આવેલ. ડી.ડી.ઓ. દેવ ચૌધરી અને અધિકારીઓ હાજર રહ્યા હતા. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:05 pm IST)