Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

જુની કલેકટર કચેરીમાં પાછો કેબલ કપાયો દસ્તાવેજ-દાખલા સહિતની તમામ કામગીરી ઠપ્પ

સેંકડો અરજદારોમાં દેકારો : કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા ત્યાં ફરી કામગીરી બંધ

રાજકોટ, તા. ૧પ :  જુની કલેકટર કચેરીમાં આજે ફરી વખત કેબલ કપાતા ઓનલાઇન તમામ કામગીરી ઠપ્પ થઇ જતા સેંકડો અરજદારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. કલાકો સુધી લાઇનોમાં ઉભા રહ્યા બાદ કામગીરી બંધ થઇ જતા અમુક અરજદારો તો રજુઆત માટે નવી કલેકટર કચેરીએ દોડી આવ્યા હતા.

ગત શુક્રવારે કેબલ કપાતા પ દિ' કામગીરી બંધ રહી હતી, મંગળવાર બપોર બાદ કેબલ પુનઃ ચાલુ થયો ત્યાં ગઇકાલે સાંજે ચાલી રહેલ બ્રીજની કામગીરીમાં જી-સ્વાન -બીએસએનએલના કેબલ કપાત આજે ઇ-ધરા, આવકના દાખલા, રેશનકાર્ડ તથા દસ્તાવેજ નોંધણી સહિતની તમામ કામગીરી ઠપ્પ થઇ જતા જુની કલેકટર કચેરીમાં બેસતી પુરવઠા ઇ-ધરા-મામલતદાર-સબ રજીસ્ટ્રાર કચેરીમાં લોકોના ટોળા જામ્યા હતા અધિકારીઓને પુછતા બી.એસ.એન.એલ.માં જાણ કરાઇ પણ કોઇ જવાબ દેતુ નહી હોવાની સામી ફરીયાદો કરતા હતા.

(4:02 pm IST)