Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ એક મણના ૧૬૮પ રૂ.ના વિક્રમ જનક ભાવે સોદા પડયા

રાજકોટ, તા., ૧પઃ રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કપાસના એક મણના ૧૬૮પ રૂ.ના વિક્રમજનક ભાવે સોદા પડતા ખેડુતો રાજી રાજી થઇ ગયા હતા.

ગત વર્ષે સૌરાષ્ટ્રમાં કપાસનું વાવેતર ઓછુ થયું હતું. કપાસમાં વિવિધ પ્રકારના રોગો અને ઓછા ભાવના કારણે ખેડુતો કપાસના બદલે મગફળીના વાવેતર તરફ વળ્યા હતા. કપાસના ઓછા ઉત્પાદન અને લેવાલીના કારણે કપાસના ભાવો ઉંચા રહેતા ખેડુતોમાં ખુશાલી વ્યાપી ગઇ છે. એકાદ મહિના પુર્વે કપાસ એક મણના ભાવ ૧પ૬૦ રૂ. ઉપજતા છેલ્લા એક દશકામાં કપાસના આ સૌથી ઉંચા ભાવો હોવાનું વેપારી સુત્રોએ જણાવ્યુ હતું.ચાલુ વર્ષે કપાસના ઓછા ઉત્પાદન સામે સતત લેવાલી રહેતા કપાસના ભાવો દિન પ્રતિદિન વધી રહયા છે. બે દિ' પુર્વે કપાસ એક મણના ભાવ ૧૬૭પ રૂ. બોલાયા હતા આજે રાજકોટ યાર્ડમાં કપાસ એક મણના ભાવ ૧૬૮પ રૂ.ના ઓલટાઇમ હાઇ સપાટીએ સોદા પડયા હતા. આજે રાજકોટ યાર્ડમાં કપાસની ૩૦૦ કવીન્ટલની આવકો હતી અને ભાવ ૧રર૦ થી ૧૬૮પ રૂ. બોલાયા હતા. કપાસના ઉંચા ભાવ મળતા ખેડુતો ખુશખુશાલ થઇ ગયા છે.

(4:01 pm IST)