Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

રાજકોટ પુરવઠા દ્વારા કાલથી શહેર-જીલ્લાની ૭૩૦ સસ્તા-અનાજની દૂકાનોમાં વિતરણ : પણ માલ માંડ રપ૦ દુકાને પહોંચ્યો

દુકાનદારોમાં દેકારો : કોન્ટ્રાકટ આપવામાં મોડુ થતા માલ પહોંચ્યો નથી : કાલે અનેક દુકાનો ઉપર ઘર્ષણનો ભય..

રાજકોટ, તા. ૧પ :  રાજકોટ શહેર-જીલ્લાની ૭૩૦ જેટલી સસ્તા-અનાજની દુકાનો ઉપરથી આ મહિનાનો મફત આપવાનો થતો જથ્થો અને રાહતદરનો આપવાનો થતો જથ્થો અંગે ડોર સ્ટેપ અને પરિવહનના કોન્ટ્રાકટર ફાઇનલ થતા દુકાનો ઉપર નિગમના ગોડાઉન પરથી માલ પહોંચાડવાનું શરૂ કરાયું છે.

રાજકોટ શહેર-જિલ્લામાંથી કાલથી તા. ૩૧ સુધી એન.એફ.એસ.એ.ના ર લાખ ૯પ હજાર કાર્ડ હોલ્ડરોને ઘઉં-ચોખા-ચણા) તુવેરદાળ-મીઠુનું વિતરણ શરૂ કરાશે, જથ્થો પુરતો છે, પરંતુ ૭૩૦ માંથી આજે બપોરે ૧ સુધીમાં શહેર-જિલ્લાની માંડ રપ૦ દુકાનો ઉપર જથ્થો પહોંચતા સસ્તા અનાજના દુકાનદારોમાં ભારે દેકારો બોલી ગયો છે. કાલથી વિતરણ શરૂ થઇ રહ્યું હોય અનેક દુકાનો ઉપર કાર્ડ હોલ્ડરો-દુકાનદારો વચ્ચે ઘર્ષણનો ભય ઉભો થયો છે. રાજકોટમાં માંડ ૧૦૦ દુકાનો ઉપર જથ્થો પહોંચ્યાનું સૂત્રો ઉમેરી રહ્યા છે, ટુંકમાં શહેર જીલલાની હજુ ૩પ ટકા દુકાનો આવરાઇ છે, આજે મોડી રાત સુધી વિતરણ ચાલુ રખાય તેવી શકયતા છે.

(4:00 pm IST)