Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

છેતરપીંડી કરનારાઓને સબક શીખવનાર પોલીસ ટીમનો આભાર

ડીસીપી ઝોન-ર મનોહરસિંહ જાડેજા તેમજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પી.આઇ. શ્રી ચાવડા, પી.એસ.આઇ. શ્રી વોરાએ રોકાણકારો સાથે ટ્રેડીંગમાં છેતરપીંડી કરનાર આરોપીને પકડી જેલ હવાલે કરતા રાજકોટ જાગૃત નાગરિક સંગઠન દ્વારા આ સફળ કામગીરી બદલ તેઓનું પુષ્પગુચ્છ આપી બહુમાન કરાયુ હતુ. રોકાણકારોની મરણમુડી છીનવાઇ ગઇ છે. આ મુડી પાછી આવે ત્યારે આવે. પરંતુ આવા છેતરપીંડી કરનારને જેલ દેખાડી દેવાથી અન્ય તત્વો લોકોને છેતરવાની ખો ભુલી જશે. ત્યારે પોલીસની સફળ કામગીરી બદલ જાગૃત નાગરિક મંડળે શાબાસી આપી હતી. તે સમયની તસ્વીરમાં અજય વાઘેલા, વિક્રમ ગોરી, ચિરાગ ઢાંકેચા, રાજેશ વાઘેલા, રૂપેશ ઢાકેચા, ભાર્ગવ વાઢેર, હિતેશ વાઘેલા, વકીલ અનિલભાઇ ટીમાણીયા, અશોકભાઇ નૈયા, ગોવિંદભાઇ સોલંકી, વિનોદ જેઠવા, મિતેશ સાવલીયા, ગણાત્રાભાઇ, ચમનભાઇ વાડોદરા, વિક્રમ ઝાલા, રવિ પરમાર તથા અન્ય રોકાણકારો નજરે પડે છે.

(3:55 pm IST)