Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

સર્વોદય સ્કૂલ ખાતે લાંબા સમય બાદ ગાયત્રી યજ્ઞ દ્વારા પ્રત્યક્ષ શિક્ષણનો શુભારંભ

રાજકોટઃ સર્વોદય એજયુકેશનલ નેટવર્કની ધો. ૧ર સાયન્સ/કોમર્સની તમામ (CBSE/GSEB) શાળાઓ પ્રત્યક્ષ રીતે શૈક્ષણિક કાર્યની શરૂઆત સરકારશ્રીના ગાઇડલાઇન મુજબ કરવામાં આવી હતી તેમજ લાંબા સમય બાદ પ્રત્યક્ષ શિક્ષણની શરૂઆત થઇ હોય છે ત્યારે ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ ગાયત્રી યજ્ઞ દ્વારા આધ્યાત્મિક વિચારસરણીથી શુભારંભ કરવામાં આવ્યો હતો. જેથી કપરા સમયમાંથી બહાર આવ્યા પછી આવનારા સમયમાં દરેક વ્યકિત સુરક્ષિત અને તંદુરસ્ત રહી જીવનને શ્રેષ્ઠ રીતે કંડારી શકે તે હેતુથી તમામ શાળા પરિવાર આ ગાયત્રી યજ્ઞમાં, જોડાયો હતો. જેમાં ધોરણ ૧ર સાયન્સ/કોમર્સના આશરે ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને પ૦ શિક્ષકોએ યજ્ઞમાં આહુતિ આપી અને આ શિક્ષણકાર્ય પ્રત્યક્ષ રીતે કાયમી નિર્વિધ્ને ચાલતું રહે તેવી મંગલકામનાઓ કરી અને હર્ષભેર શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે સંસ્થાપક શ્રી ભરતભાઇ ગાજીપરા, આચાર્યા, શિક્ષકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

(3:54 pm IST)