Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ઝોન ૧-ર-૮માં ફરી કનેકટીવીટી ખોરવાઇઃ દસ્તાવેજ નોંધણી ઠપ્પ

વારંવાર ખોરવાતી કનેકટીવીટી અંગે રેવન્યુ઼ બાર એશો. તથા ભાજપ લીગલ સેલ દ્વારા રજુઆત

રાજકોટ તા. ૧પઃ જુના કલેકટર કચેરીમાં કાર્યરત સબ રજીસ્ટ્રાર ઝોન ૧-ર તથા ૮ માં આજે ફરી કનેકટીવીટી ખોરવાતા દસ્તાવેજ નોંધણીનું કાર્ય ઠપ્પ થઇ જતા રેવન્યુ બાર એશો.ના પ્રમુખ સી.એચ. પટેલ, ભાજપ લીગલ સેલના પ્રદેશ કન્વીનર દિલીપભાઇ પટેલ તથા કન્વીનર હિતેશ દવેએ બી.એસ.એન.એલ. તથા જીસ્વાન કંપનીના અધિકારીઓને ટેલીફોનીક રજુઆત કરી વારંવાર ખોરવાતી કનેકટીવીટી અંગે તાકિદે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી હતી. ગત તા. ૯ થી ૧ર કનેકટીવીટી ખોરવાતા દસ્તાવેજની નોંધણીનું કાર્ય ઠપ્પ થઇ ગયું હતું અને બે દિ' ચાલુ રહ્યા બાદ આજે ફરી કનેકટીવીટી ખોરવાઇ જતા પક્ષકારો અને વકીલોમાં દેકારો બોલી ગયો હતો.

(3:52 pm IST)